Gujarati News

Gujarati News

News of Thursday, 14th June 2018

મોરબીના વોકળા સફાઇમાં બેદરકારી

મોરબી : રવાપર રોડ પરની પંચવટી સોસાયટીના રહીશોએ ચીફ ઓફિસરને કરેલી લેખિત રજૂઆતમાં જણાવ્યું છે કે વોર્ડ નં ૧૦ માં રવાપર રોડ પરના શાંતિભુવન સોસાયટીના રહીશોને અનેક હાલાકી ભોગવવી પડે છે છેલ્લા બે વર્ષથી અનેક રજૂઆત કરેલ છે છતાં કોઈ કામગીરી થઇ નથી નગરપાલિકા દ્વારા તેમના વિસ્તારમાં રોડ રસ્તાની સફાઈ કામગીરી કે દવાનો છંટકાવ કરવામાં આવ્યો નથી જલારામ સોસાયટીથી પંચવટી સોસાયટી સુધીના વોકળામાં મોટા ભૂંગરા નાખી ગંદા પાણી ભૂંગરા યોગ્ય ગટર મારફત નિકાલ કરવા અને આ કામ માટે સર્વે કરી એસ્ટીમેન્ટ કરી આપવાની માંગ કરી છે જેથી નિયમ મુજબ લત્તાવાસીઓ રૂપિયા ભરી આપવા સંમતિ આપે છે તેમ જણાવી યોગ્ય કાર્યવાહી કરવાની માંગ કરી છે. વોંકળામાં ગંદકીની તસવીર.

(12:42 pm IST)
  • ભાજપના સાંસદ શત્રુઘ્નસિંહા આરજેડીની ઈફ્તાર પાર્ટીમાં પહોંચ્યા ;તેજસ્વી યાદવે પહેરાવી ટોપી : ભાજપની સહયોગી જેડીયુ દ્વારા પણ ઈફ્તાર પાર્ટી રાખી હતી પરંતુ શોટગન શત્રુઘ્નસિંહા આજે તેજસ્વી યાદવની ઈફ્તાર પાર્ટીમાં સામેલ થતા રાજકીય અટકળ શરૂ access_time 1:02 am IST

  • રાજસ્થાનમાં આંધીને કારણે દિલ્હીમાં ધૂળની આંધી ;ત્રણ દિવસ ધૂંધળું રહેશે વાતાવરણ;હવામાનના નિષ્ણાંતો મુજબ :રાજસ્થાનમાં ભીષણ તાપમાન વચ્ચે પશ્ચિમી વિક્ષોભના કારણે ભારે પવનથી ધૂળની આંધીની અસર દિલ્હી, એનસીઆર ક્ષેત્રમાં થશે access_time 11:37 pm IST

  • ઉત્તરાખંડમાં ભૂકંપના આંચકા : તીવ્રતા ૪.૦ રિક્ટર સ્કેલ નોંધાઈ : લોકો ઘરની દોડી ગયા : ભૂકંપનું એપી સેન્ટર ઉત્તર કાશીમાં : કોઈ જાનહાની નથી access_time 12:04 pm IST