Gujarati News

Gujarati News

News of Thursday, 14th June 2018

જામનગરઃ દરિયામાં યાત્રિક બોટો દ્વારા માછીમારી પર પ્રતિબંધ

જામનગર, તા.૧૪ : રાજયના દરિયાઇ કાંઠાના પ્રાદેશિક જળ વિસ્તારમાં તા.૧૫ મી ઓગસ્ટ ૨૦૧૮ સુધી યાંત્રિક બોટો દ્વારા થતી આંતરદેશિય તથા પ્રાદેશિક જળક્ષેત્રમાં માછીમારી પર પ્રતિબંધ મુકવામાં આવે છે. આ પ્રતિબંધમાંથી નોન મોટરરાઇઝડ ક્રાફ્ટ(લાકડાની બિન યાંત્રીક એક લકડી હોડી અને શઢવાળી હોડી) તેમજ પગડીયા માછીમારોને બાકાત રાખવામાં આવે છે.

આ જાહેરનામાનો ભંગ કરનાર સામે ગુજરાત મત્સ્યોદ્યોગ કાયદા-૨૦૦૩ ની કલમ-૬/૧(ટ) ના ભંગ બદલ કલમ-૨૧/૧(ચ) મુજબ રૂ.૧૦૦૦૦/- દંડને પાત્ર થશે અને વારંવાર ભંગ કરવામાં આવે તો જયાં સુધી ભંગ કરવાનો ચાલુ રહે ત્યાં સુધી દરરોજના રૂ.૧૦૦/- સુધી દંડ થશે જેની તમામ માછીમારોએ નોંધ લેવા મદદનીશ મત્સ્યોદ્યોગ નિયામકશ્રી જામનગરની યાદીમાં જણાવાયુ છે.

(11:48 am IST)