Gujarati News

Gujarati News

News of Thursday, 14th June 2018

આમરણ ચોવીસી પંથકના બસ રૂટો બંધ કરતા રજુઆત

ફડસર ગ્રામ પંચાયતના મહિલા સરપંચે કરેલી લેખીત રજુઆત

આમરણ તા.૧૪: એસટી તંત્ર દ્વારા આમરણ ચોવીસી પંથકને લગતા આડેધડ બંધ કરવામાં આવતા એસટી રૂટો તથા સમયમાં કરતા ફેરફાર અંગે ફડસર ગ્રામ મહિલા સરપંચ જયાબેન બાબુભાઇ કુંભરવાડિયાએ વિભાગીય નિયામક એસ.ટી. રાજકોટને પત્ર પાઠવી તાકિદે પ્રશ્નોનું નિરાકરણ લાવવા માંગણી કરી છે. જો તાકિદે ઘટતું કરવામાં નહિ આવે તો મોરબી એસ.ટી ડેપો ખાતે ઘરણા યોજી આંદોલનની ચિમકી આપી છે.

તેઓએ રજુઆતમાં જણાવ્યું છે કે, સન ૧૯૭૨ થી મોરબીથી સાંજે ૬ કલાકે ઉપડી ફડસર રૂટની બસ વિના કારણે બંધ કરી દેવામાં આવી છે. પ્રજાની સવલતને અવગણી અધિકારીઓ દ્વારા કરતા ફેરફારો હરગીજ ચલાવી લેવાશે નહિં.

તદુપરાંત ભરચક્ક ટ્રાફિકવાળા અને સારી ઇન્કમ આપતા ૪૦ વર્ષ ઉપરાંતના વર્ષો જુના ઘણા બસરૂટો આ અગાઉ બંધ કરી દેવાયા છે. જેમાં મોરબી થી સવારે ૬ કલાકે ઉપડતી મોરબી-જામનગર તેમજ ધ્રાંગધ્રા-જામખંભાળીયા, લીંબડી- જામનગર, ચોટીલા-જામનગર જેવા મહત્વના રૂટો વિનાકારણે બંધ કરી દેવાયા છે. જે જનતાની  ઝુંટવી લેવાયેલ એસ.ટી. સેવા પુનઃ શરૂ કરવા તેમજ મોરબી-જામનગર બસને વાયા ખાનપર રૂટ પર દોડાવવા તથા મોરબી-દ્વારકા નવો રૂટ શરૂ કરી પ્રજાને વિશેષ એસ.ટી. સવલત આપવાની માંગણી કરવામાં આવી છે.

(11:48 am IST)