Gujarati News

Gujarati News

News of Thursday, 14th June 2018

ગીર સોમનાથ જીલ્લામાં વિવિધ લક્ષી આરોગ્ય કર્મચારીઓને ઓછો પગાર મળતા આકોશ

વેરાવળ,તા.૧૪: ગીર સોમનાથ જીલ્લામાં વિવિધલક્ષી આરોગ્ય સેવા સાથે ૧૮૦ કર્મચારીઓ કામગીરી કરી રહેલ છે તેને બિજા રાજયો કરતા ગુજરાત રાજય માં ઓછો પગાર મળતો હોય જેથી આવેદન પત્ર આપી તાત્કાલીક પગાર વધારો કરવાની માંગ કરેલ છે.

  ગીર સોમનાથ જીલ્લામાં વિવિધલક્ષી આરોગ્ય ૧૮૦ કર્મચારીઓએ ઓછો પગાર મળતો હોય જેથી મુખ્યજીલ્લા આરોગ્ય અધિકારી સહીત અનેક અધિકારીઓને જીલ્લા પંચાયત પ્રમુખ ધારાસભ્યો ને આવેદન પત્ર આપેલ છે.

 વિવિધલક્ષી આરોગ્ય કાર્યકર(પુરૂષ)  સંધ ના હોદેદરોએ જણાવેલ હતું કે ગુજરાત રાજયમાં પ્રાથમીક શિક્ષક,પશુધન અને ટર્નર ફીટર,સંવર્ગની લધુતમ શૈક્ષણીક લાયકત તાલીમી કોર્ષ માં લેવલ ૪ માં રપપ૦૦ થી ૮૧૧૦૦ લધુતમ પગાર ધોરણ આપવામાં આવે છે જયારે વિવિધલક્ષી આરોગ્ય કર્મચારીને ૧૯૯૦૦ થી ૬૩ર૦૦ નું લધુતમ પગાર ધોરણ આપવામાં આવે છે જેથી પગાર ની વિસંગતા દર્શાવે છે જે મોટો પુરૂષ કર્મચારીને અન્યાય છે તો તાત્કાલીક આ અન્યાય દુર કરવામાં માંગ કરાઇ છે.

(11:47 am IST)