Gujarati News

Gujarati News

News of Thursday, 14th June 2018

કંડલામાં ૭ ખલાસીઓ સાથે ડૂબેલા બાર્જમાં મોડી રાત્રે રેસકયુ ઓપરેશનઃ ખલાસીઓનો બચાવ

ભુજ તા. ૧૪ :.. કંડલાના દરિયામાં ગઇકાલે રાત્રે રીશી શીપીંગ કંપનીનું ગીરી-૩ નામનુ બાર્જ (નાનુ વહાણ) એકાએક ગુમ થતાં તે અંગે શોધખોળ  શરૂ કરાઇ હતી.

કંડલા પોર્ટનાં મરીન ડીપા. ને ગીરી-૩ બાર્જનાં સિગ્નલ ન મળતા તે ગુમ થયાની આશંકા પ્રબળ બની હતી. તે બાર્જમાં ૭ ખલાસીઓ હોઇ તાત્કાલીક રેસકયુ ઓપરેશન હાથ ધરાયુ હતું.

મોડી રાત્રે ર વાગ્યે સાતે- સાત ખલાસીઓને બચાવી લેવાયા હતાં. કંડલા પોર્ટનાં ટગ અને બાર્જ મધરાતે દરિયામાં પહોંચ્યા હતા અને રેસ્કયુ ઓપરેશન કર્યુ હતું.

(11:42 am IST)