Gujarati News

Gujarati News

News of Thursday, 14th June 2018

વાંકાનેર-મોરબી વિસ્તારમાં જો આજે ચાંદ જોવા મળે તો જાણ કરશો

મુસ્લિમ સમુદાયમાં વૈશ્વિક સ્તરે આજે ર૯ મું રોઝુ

વાંકાનેર તા. ૧૪ :.. મુસ્લિમ સમુદાયમાં પવિત્ર રમઝાન માસ હવે પુર્ણતા ને આરે છે. ભારત સિવાય વૈશ્વિક સ્તરે આજે ઠેર ઠેર ર૯ મું રોઝૂ છે. ગુજરાત ચાંદ કમીટી દ્વારા રમઝાન માસ શરૂ થયો તે વેળા તા. ૧૭-પ થી પ્રથમ રોઝાના પ્રારંભનું એલાન થયેલુ જે અનુસાર આજે કચ્છ ઉપરાંત અમદાવાદમાં ર૯ રોઝા સાંજે પુર્ણ થશે.

વાંકાનેર-મોરબી આસપાસ પણ આજે સાંજે ર૯ મા રોઝાએ જયાં પણ રમઝાન ઇદનો ચાંદ જોવા મળે તો વાંકાનેર શહેર તાલુકા ચાંદ કમીટીનો કોન્ટેક કરવા ચાંદ કમીટીના મહંમદભાઇ રાઠોડ દ્વારા જણાવાયું છે. (ફોન ૦ર૮ર૮ રર૦૭૮૬, મો. નં. ૯રર૮પ ૬ર૪ર૬)

(11:36 am IST)