Gujarati News

Gujarati News

News of Thursday, 14th June 2018

કોડીનાર મુસ્લીમ સમાજ દ્વારા એકતા ઇફતાર

કોડીનારઃ સમસ્ત મુસ્લીમ સમાજના પ્રમુખ સૈયદ ભીખુમીંયાબાપુ કાદરીએ આ વિસ્તારના તમામ મુસ્લીમોને એકજુથ કરી સંકલન મજબુત કરવાના અને કૌમી એકતા ભાઇચારાની જયોત પ્રજલીત કરવાના શુભ ઉદેશ સાથે ઘાંટવડ મુકામે સમગ્ર ગીર સોમનાથ જીલ્લા અને કોડીનારના મુસ્લીમ સમાજના આગેવાનો માટે ઇફતાર પાર્ટીનું આયોજન કરતા સમગ્ર ગીર સોમનાથના મુસ્લીમ આગેવાનો અને રાજકીય અગ્રણીઓ તેમજ હિન્દુ સમાજના અગ્રણી ઇફતાર માટે એક મંચ ઉપર એકત્ર થયા હતા. આ ઇફતાર પાર્ટીમાં કોડીનાર નગરપાીલકાના ઉપપ્રમુખ શિવાભાઇ સોલંકી, ગીર સોમનાથ જિલ્લા મુસ્લીમ સેવા સમાજના પ્રમુખ ફારૂકભાઇ મૌલાના, -જુનાગઢના મુસ્લીમ અગ્રણી હુસૈનભાઇ -માંગરોળ પાલીકા સદસ્ય અબ્દુલમિંયાબાપુ-ચંદુભાઇ જાની-બાબુભાઇ ગાધે-કાળુ મિંયાબાપુ નકવી- જીલાનીબાપુ-સહીતના ઉમટી પડયા હતા.

(11:34 am IST)