Gujarati News

Gujarati News

News of Thursday, 14th June 2018

તોરીનો ૮ વર્ષનો ફરાર આરોપી બાલો ઝડપાયો

વડિયા, તા.૧૪: અમરેલી એલ.સી.બી. પોલીસ ઇન્સ.શ્રી. સી.જે.ગૌસ્વામી ની રાહબરી નીચે એલ.સી.બી. ટીમ અમરેલી ટાઉન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા જે દરમ્યાન  અમરેલી બસ સ્ટેન્ડની સામે સિવીલ હોસ્પિટલ પાસે એક શકમંદ ઇસમ આટાફેરા કરતો હોય, જેને બોલાવી પુછપરછ કરતા પોતે ગલ્લાતલ્લા કરવા લાગેલ. પોતાનું નામ સંજયભાઇ ઉર્ફે બાલો વાલજીભાઇ રૂડાણી ઉ.વ.૩૫ રહે. તોરી તા.વડિયા વાળો હોવાનું જણાવેલ અને જે બાબતે  તપાસ કરતા પોતે સાવરકુંડલા તાલુકા પોલીસ સ્ટેશનના આઇ.પી.સી. કલમ. ૩૬૩,૩૬૬ ના ગુન્હામાં છેલ્લા આઠેક વર્ષથી નાસતો ફરતો આરોપી હોય જેને પકડી પાડી તેના વિરૂધ્ધ ધોરણસર કાર્યવાહી કરી છે.

આ કામગીરી અમરેલી અમરેલી પોલીસ અધિક્ષકશ્રી નિર્લિપ્ત રાય ની સુચના હેઠળ પો.સ.ઇ.એ.વી.સરવૈયા તથા એલ.સી.બી. સ્ટાફના પ્રફુલભાઇ જાની,ભરતબાપુ ગૌસ્વામી,કે.સી.રેવર,હિંગરાજસિંહ ગોહિલ,કિશનભાઇ હાડગરડા,સંજયભાઇ મકવાણા,મયુરભાઇ ગોહિલ,ભગવાનભાઇ ભીલ,જીતુભાઇ બગડા,તુષારભાઇ પાંચાણી,અજયભાઇ સોલંકી વિ.એ કરેલ છે.

(12:43 pm IST)