Gujarati News

Gujarati News

News of Thursday, 14th June 2018

દબાણ દૂર કરીને કબ્જો સોંપવા જમીન અધિકાર લડત સમિતી જસદણ-વિંછીયાની રજૂઆત

જસદણ તા.૧૪ : જસદણ - વિંછીયા જમીન અધિકાર લડત સમિતી દ્વારા જસદણ ડેપ્યુટી કલેકટરશ્રીને આવેદનપત્ર પાઠવીને જસદણ - વિંછીયા તાલુકાના અનુસુચિત જાતીના લોકોના ટોચ મર્યાદા અને સાંથણીની જમીનના અધિકાર ભંગના સવાલો મુદ્દે તાકીદે યોગ્ય કરવા માંગણી કરી છે.

તેઓએ વધુમાં જણાવ્યું છે કે, સરકારશ્રીની યોજના મુજબ ટોચ મર્યાદા દ્વારા હેઠળ તેમજ સાંથણીના કાયદા હેઠળ જમીન વિહોણા ખેતીકામ કરતા અનુસુચિત જાતીના ખેતીકામના અનુભવી ભાઇઓ બહેનો ખેતી કામ કરીને પોતાનું ગુજરાન ચલાવવા માટે સરકાર દ્વારા જમીન ફાળવવામાં આવેલ છે. જે આ જમીન પરના કાયદેસરના તમામ પ્રકારનાં નવી શરત મુજબના અધિકારો સરકારી તંત્રએ કાગળ ઉપર આપેલ છે અને આ સાથે સરકારી તંત્રની એ પણ ફરજ થઇ છે. દરેક વ્યકિતને મળેલ જમીનના કબ્જા જે તે જગ્યાએ જઇને સ્થળ ઉપર સોંપવા જોઇએ. પરંતુ આવુ થયુ નથી. તેથી ઘણા પ્રશ્નો ખાતેદારો સામે ઉભા થયા છે.

જસદણ - વિંછીયા તાલુકાના જમીન અધિકાર લડત સમીતી દ્વારા અસરગ્રસ્ત ખાતેદારોનો સર્વે કર્યો હતો. જેમાં સ્થળ કબ્જો સોંપેલ નથી. જમીન દબાણના કારણે શરતભંગ થયેલ છે. આવા અનેક સવાલો દલિત ખાતેદારોમાં જોવા મળ્યા છે.

દલિતોને કાયદાથી મળેલ જમીન ઉપરનું ગેરકાયદે દબાણ દુર કરીને ખાતેદારોને કાયદેસરના દબાણ કરીને દલિતોને તેમના અધિકારો આપવા જમીન અધિકાર લડત સમિતી જસદણ - વિંછીયા દ્વારા માંગણી કરવામાં આવી છે.

(11:32 am IST)