Gujarati News

Gujarati News

News of Thursday, 14th June 2018

તળાજા-ઊમરાળાના જાલી નોટ પ્રકરણનો મુખ્ય સુત્રધાર મોન્ટુને બહારથી ઝડપી લાવતી પોલીસ

ભાવનગર, તા.૧૪: વર્ષ ૨૦૧૬માં ભાવનગર એસ.ઓ.જી. પોલીસે તળાજા તાલુકાના બાખલકા તથા ટાઢાવડ ગામે રેઇડ કરી (૧) કાળુભાઇ માધાભાઇ મોરી  (૨) દિલીપભાઇ વિસાભાઇ ચૌહાણ રહે. ટાઢાવડ તા. તળાજા (૩) લાલજીભાઇ કાનજીભાઇ વિરડીયા રહે. માનપુર તા. ગારીયાધાર (૪) ચુનીલાલ ઉર્ફે સુનીલ કુંરજીભાઇ ડુંગરાળીયા રહેવાશી વાજવડ તા. કપરાડા મુળ માનપુર તા. ગારીયાધાર (૫) ભગવાનભાઇ વિસાભાઇ ચૌહાણ રહેવાશી ટાઢાવડ તા. તળાજાવાળાઓને રૂપિયા ૧૦૦૦ ના દરની નોટ નંગ- ૧૬ તથા રૂપિયા ૫૦૦ ના દરની નોટ નંગ-૩૨૩ કબ્જે કરવામાં આવેલ અને કુલ પાંચ આરોપીઓની ધરપકડ કરવામાં આવેલ હતી. જે ગુન્હામાં પકડાયેલ આરોપી ચુનીલાલ ઉર્ફે સુનીલ જે તે વખતે ગુન્હાનો મુખ્ય સુત્રધાર હતો અને તેને આ બનાવટી ચલણી નોટો બિહારના સુરજ ભૈયા પાસેથી લાવી બીજા આરોપીને આપેલ હતી.

આરોપીઓ સિવાય ચુનીલાલ ઉર્ફે સુનીલે બીજી બનાવટી નોટો (૧) રવિભાઇ રામભાઇ રહે ઠોંડા તા. ઉમરાળા (૨) મહેન્દ્રસિંહ ગંભીરસિંહ રહે. માનપુર (૩) ગેમાભાઇ જીવાભાઇ રહેવાશી ભુતીયા (૪) ઘનશ્યામભાઇ ઉર્ફે ભાણો રહે. નવાગામ (૫) અશોકભાઇ વાણંદ રહે. વડીયાવાળાઓ આપેલ હોવાનીઙ્ગ હકિકત જણાવતા ઠોંડા ગામેથી આરોપીઓને બનાવટી ચલણી નોટો સાથે ઝડપી પાડવામાં આવેલ અને તેઓ વિરૂધ્ધમાં ઉમરાળા પોલીસ સ્ટેશનમાં ગુન્હો રજીસ્ટર કરાવેલ હતો તે બંન્ને ગુન્હામાં સુરજ ઉર્ફે મોન્ટુ દિનાનાથ તપેશ્રર મહતો રહેવાશી કન્હૌલી બસંતપુર ટોલા પોસ્ટ હુસેપુર નંદ થાના બસંતપુર જીલ્લો સિવાન રાજય બિહાર વાળાનું નામ ખુલવા પામેલ સદરહુ વોન્ટેડ આરોપી સુરજ ઉર્ફે મોન્ટુ બાબતે એ.ટી.એસ. ગુજરાત અમદાવાદ ને માહિતી મળેલ હતી કે, મજકુર આરોપી બિહાર રાજયના સિવાન જીલ્લામાં છે. જે હકિકત આધારે એટીએસ અમદાવાદના એક પી.એસ.આઇ. તથા ભાવનગર એસ.ઓ.જી.ના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ. ડી.ડી.પરમાર તથા હેડ કોન્સ. અનિરૂધ્ધસિંહ ગોહિલ તથા પોલીસ કોન્સ. ધર્મેન્દ્રસિંહ ગોહિલની ખાસ ટીમ બનાવવામાં આવેલ અને બિહાર ખાતે તપાસમાં ગયેલ હતા આ ટીમ છેલ્લા છ-સાત દિવસથી બિહાર રાજયમાં હતી અને મજકુર આરોપી સુરજ ઉર્ફે મોન્ટુ  દિનાનાથ તપેશ્રર મહતોને કન્હૌલી ખાતેથી ઝડપી પાડવામાં આવેલ છે અને હાલ ભાવનગર એસ.ઓ.જી. ખાતે લાવવામાં આવનાર છે અને ઉપરોકત તળાજા તથા ઉમરાળા પોલીસ સ્ટેશનનોના જાલી નોટોના કેસમાં ધરપકડ કરવા કાર્યવાહી કરવામાં આવશે.

આ સમગ્ર ઓપરેશન અમદાવાદ એટીએસ. તથા ભાવનગર જીલ્લાના પોલીસ અધિક્ષકશ્રી પ્રવિણસિંહ માલ સાહેબની સુચના અને માર્ગદર્શન હેઠળ એસ.ઓ.જી.ના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ. ડી.ડી.પરમાર તથા હેડ કોન્સ. અનિરૂધ્ધસિંહ ગોહિલ તથા પોલીસ કોન્સ. ધર્મેન્દ્રસિંહ ગોહિલે પાર પાડેલ હતું.

(11:31 am IST)