Gujarati News

Gujarati News

News of Thursday, 14th June 2018

યોગ દિવસથી જુનાગઢમાં સાંધાના વિવિધ પ્રકારના રોગોની સારવાર માટે યોગ શિબિર

જૂનાગઢ તા.૧૪ : બદલાતી સિઝનમાં મોટાભાગના લોકો જૂના દર્દની સમસ્યાથી વધુ પરેશાન થવા લાગે છે, જો કોઇને આવી જ સમસ્યા હોય અને મોસમ પરિવર્તનની- સાથે જ તમને પણ તેજ સાંધાનો દુખાવો સતાવી રહ્યો હોય તો આયુર્વેદમા એવા અનેક ઉપાય છે, જેનાથી તમે સાંધામાં થતા દર્દથી છુટકારો મેળવી શકાય છે, જૂનાગઢ ખાતે પંચેશ્વર રોડ પર આવેલી સરકારી આયુર્વેદ કોલેજના સ્વસ્થવૃત વિભાગમાં પંચકર્મ આધારીત સારવાર અંતર્ગત વિવિધ પ્રકારના વાયુના રોગો જેવા કે આમવાત (રૂમેટોઇડ આર્થરાઇટીસ), સંધીવાત (ઓસ્ટીયો આર્થરાઇટીસ), ગઠીયો વા (વાઉટી આર્થરાઇટીસ), પક્ષઘાત (પેરાલીસીસ) વિવિધ પ્રકારના કરોડરજ્જુને લગતા સાઇટીકા બે મણકાની ગાદી સંબંધીત રોગ સરવાઇકલ સ્પોન્ડીલાઇટીસ, ઓબેસીટી, વિવિધ ચામિડીના રોગ,  સ્ત્રી રોગ, બાળ રોગ તથા વૃધ્ધાવસ્થા જન્ય રોગ ડાયાબીટીસ, ફ્રોજન શોલ્ડર ઉપરાંત વાત, થીત અને કફના રોગોની પંચકર્મ દ્વારા સચ્ચોટ સારવાર થઇ શકે છે.

અત્રે ઉલ્લેખનીય છે કે રોગ થાય અને સારવાર માટે હોસ્પીટલે કે દવાખાને સારવાર માટે જવુ પડે એવી નોબત જ ના આવે તે માટે જાગ્યા ત્યારથી સવાર માની શારિરીક સ્વસ્થતા માટે યોગને અપનાવીએ, આમેય આગામી તા. ૨૧મી જૂન આખુ વિશ્વ યોગદિવસની ઉજવણી કરવા જઇ રહ્યુ છે ત્યારે જૂનાગઢની સરકારી આયુર્વેદ મહાવિદ્યાલયના સ્વસ્થવૃત વિભાગ અંતર્ગત કાર્યરત વેલનેસ સેન્ટર દ્વારા વિશ્વ યોગ દિવસની ઉજવણી નિમિત્ત્।ે તા. ૨૧મી જૂન થી ૨૭મી જૂન-૨૦૧૮ સુધી સંધિવાત(સાંધાનાં દૂઃખાવા પ્રધાનરોગો)ની સારવાર માટે યોગ શિબીરનું આયોજન કરવામાં આવ્યુ છે. મર્યાદીત્ત્। સંખ્યામાં વહેલા તે પહેલાનાં ધોરણે પ્રવેશ આપવામાં આવનાર હોય તા. ૨૦-૦૬-૨૦૧૮ સુધીમાં વેલનેસ સેન્ટર ખાતે રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે.તેમ જૂનાગઢ સરકારી આયુર્વેદ કોલેજનાં આચાર્યશ્રીની યાદીમાં જણાવાયુ છે.

સામાન્ય રીતે કોઈને પણ ઘુંટણ દુઃખે એટલે તે X-Ray કરાવી તપાસ કરાવતાં હોય છે. પરંતુ X-Ray માં માત્ર ઘુંટણનાં હાડકાંની સાચી પરિસ્થિતિની જાણકારી મળે છે. નહીં કે ઘુંટણની ગાદી ઘસાઈ ગયા વિષે, ઘણી બઘી વખત એવું જોવા મળે છે કે બે હાડકાં વચ્ચેની જગ્યા ઘણી જ ઓછી થઈ ગઈ હોવા છતાં દર્દીને ઘુંટણનો દુઃખાવો થતો હોતો નથી. ઘણી બધી વખત X-Rayમાં ઘુંટણ તદ્દન સામાન્ય હોય એટલે કે જગ્યા એકદમ જ નોર્મલ હોય, તેમ છતાં દર્દીને ખૂબ જ દુઃખાવો થતો હોય છે. તેથી માત્ર અને માત્ર X-Rayની તપાસ કરીને ઘુંટણમાં ગાદી ઘસાઈ ગઈ છે તથા તેમાં સર્જરી કરાવવી પડશે તેવો નિર્ણય લેવો યોગ્ય નથી. X-Rayમાં માત્ર બે હાડકાં વચ્ચે જગ્યા ઓછી થઈ હોય તે નવાં હાડકાં બન્યાં હોય એ (લુઝ બોડી) તથા સબકોન્ડલ સ્કલેરોસીસ જ વિષે જ માહિતી મળી શકે છે. તેથી ઘુંટણમાં ઘસારો, વા કે ઓસ્ટીઓ આર્થાઈટીસ સિવાય ઘણા બધા રોગ થતા હોય છે, જેનું મુખ્યત્વે કારણ સ્નાયુ અને બે ઘુંટણ વચ્ચે આવેલાં લિગામેન્ટ કે મેનિસ્કસમાં રહેલું હોય છે. જેનાથી કોઈપણ રીતે ગભરાવવાની જરૂર હોતી નથી. આ રોગનાં લક્ષણો પણ ઘુંટણના વા (ઓસ્ટીઓ આર્થાઈટિસ)થી મળતાં આવતાં હોય છે. આવો વિશ્વ યોગ દિવસની ઉજવણીનાં ભાગ રૂપ યોગને અપનાવીએ અને શરીરને રાખીએ સ્વસ્થ અને નીરોગી, યોગ ભગાડે રોગ...૨૧મી જૂન એટલે વિશ્વ યોગ દિવસ.(૨૧.૩)

(10:06 am IST)
  • નાનાનું ધારદાર ટ્વીટઃ પહેલા દિલ્હીવાળા કેજરીવાલ, કેજરીવાલ કરતા હતા : હવે દિલ્હીવાળા હે ભગવાન, હે ભગવાન કરે છે!!! access_time 11:32 am IST

  • દિલ્હીમાં હવાનું પ્રદુષણ ત્રીજા દિવસે અતિ ગંભીર સ્તરે :બાંધકામ ગતિવિધિઓ પર પ્રતિબંધ મુકાયો : લોકોને લાંબા સમય ઘરની બહાર નહીં રહેવા સૂચના:દિલ્હી એનસીઆર વિસ્તારમાં પીએમનું સ્તર 1400 માઇક્રોગ્રામ પ્રતિ ઘનમીટર જે ગંભીર સ્તરથી ત્રણગણું વધારે છે access_time 11:33 pm IST

  • ભાજપના સાંસદ શત્રુઘ્નસિંહા આરજેડીની ઈફ્તાર પાર્ટીમાં પહોંચ્યા ;તેજસ્વી યાદવે પહેરાવી ટોપી : ભાજપની સહયોગી જેડીયુ દ્વારા પણ ઈફ્તાર પાર્ટી રાખી હતી પરંતુ શોટગન શત્રુઘ્નસિંહા આજે તેજસ્વી યાદવની ઈફ્તાર પાર્ટીમાં સામેલ થતા રાજકીય અટકળ શરૂ access_time 1:02 am IST