Gujarati News

Gujarati News

News of Thursday, 14th June 2018

ધ્રોલ પોલીસ સ્ટેશનના માલ-સામાનના ગોડાઉનમાં વિસ્ફોટઃ એક પોલીસમેન ગંભીરઃ ટોટાના કારણે વિસ્ફોટ થયાનું પ્રાથમિક તારણ

ધ્રોલ તા. ૧૩: જામનગર જિલ્લાના ધ્રોલ પોલીસ સ્ટેશનની સામે પોલીસ દ્વારા જપ્ત કરવામાં આવેલ માલ-સામાનના રૂમમાં વિસ્ફોટ થતા દોડધામ મચી ગઇ હતી. આ વિસ્ફોટ બાદ આગ પણ લાગી હતી. ફાયરબ્રિગેડની ટીમે તાત્કાલીક આગ ઉપર કાબુ મેળવ્યો હતો. વિસ્ફોટની આ ઘટનામાં એક પોલીસમેનને ઇજા થતા પ્રથમ ધ્રોલ સારવાર બાદ વધુ સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવેલ છે. પોલીસે જપ્ત કરેલ માલ-સામાનમાં ટોટા હોવાના કારણે આ ટોટામાં વિસ્ફોટ થયાનું પ્રાથમિક તપાસમાં ખુલ્યું છે.

(5:16 pm IST)