Gujarati News

Gujarati News

News of Saturday, 14th May 2022

મોરબીના લાલપર ગામના નજીકથી વિદેશી દારૂ સાથે એક ઝડપાયો.

 
  ફોટો daru
મોરબીમાં લાલપર ગામના બસ સ્ટેન્ડ પાસે ઈંગ્લીશ દારૂ વેચતો શખ્શ ઝડપાયો છે. આ મુદ્દે મોરબી તાલુકા પોલીસે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
આ અંગેની પ્રાપ્ત વિગતો અનુસાર મોરબી તાલુકાના લાલપર ગામના બસ સ્ટેન્ડ પાસે મોરબી તાલુકા પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી. એ સમયે આરોપી સંજયભાઇ સાધાભાઇ સવસેટા પોતાના કબ્જામાં ભારતીય બનાવટની ઇગ્લીશ દારૂની રોયલ બ્લેક ઓરેન્જ વોડકા ફોર સેલ ઇન ગોવા લખેલ ૭૫૦ મી.લી.ની ઇગ્લિશ દારૂની કાચની કંપની શીલપેક બોટલ નંગ-૦૨ કિં.રૂ.૬૦૦ ના મુદ્દામાલ સાથે મળી આવ્યો હતો.

હાલ  મોરબી તાલુકા પોલીસે પ્રોહી. એકટ કલમ-૬૫(એ)(એ), ૧૧૬(બી) મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

 

(1:00 pm IST)