Gujarati News

Gujarati News

News of Saturday, 14th May 2022

ધોરાજીમાં જુગાર રમતા ૪ શખ્‍સો રોકડ સાથે ઝડપાયા

 

 (કિશોર રાઠોડ દ્વારા) ધોરાજી,તા.૧૪ : ગ્રામ્‍ય પોલીસ અધીક્ષક  જયપાલસિંહ રાઠોડ  તથા મદદનીશ પોલીસ અધીક્ષક   મહર્ષી રાવલ ની સુચનાથછ નાભીરાજ સોસાયટીમાં પાવર હાઉસની સામે   કિં.રૂ.૧૬૪૫૦/-ના સાથે (૧)સાજીદભાઇ સીદીકભાઇ સુરીયા (૨) ઇમરાનભાઇ હબીબભાઇ સમાં(૩)ધવલભાઇ ચંદુભાઇ વૈજ્ઞાણી (૪)હાર્દીકભાઇ પ્રફુલભાઇ પારેખ રહે-બધા ધોરાજી વાળાને ઝડપી લીધા છે જ્‍યારે અન્‍ય એક આરોપી શક્‍તિસિંહ કીરીટસિંહ ઝાલા રે-ધોરાજીવાળાને (અટક કરવા પર બાકી) સામે જુગાર ધારા હેઠળ કાર્યવાહી કરાઇ છે.

 પોલીસ ઇન્‍સ્‍પેક્‍ટર એ.બી.ગોહીલ તેમજ રમેશભાઈ કાળાભાઇ, એ.એસ.આઇ અરવિંદસિંહ દાનુભા, પો.કોન્‍સ રવિરાજસિંહ બાપાલાલસિંહ, પો.કોન્‍સ રવિરાજસિંહ ઘેલુભા, પો.કોન્‍સ. બાપાલાલ ભીખુભા, પો.કોન્‍સ જયસુખભાઇ જગાભાઇ, પો.કોન્‍સ શક્‍તિસિંહ મહાવીરસિંહ, પો.કોન્‍સ સલમાબેન અબ્‍બાસભાઇ, મહીલા પો.કોન્‍સ. વિગેરે સ્‍ટાફ રોકાયો હતો.

(12:29 pm IST)