Gujarati News

Gujarati News

News of Saturday, 14th May 2022

બોટાદનાં નાગનેશધામમાં પાળિયા વિષયક પરિસંવાદઃ પરષોતમભાઇ રૂપાલાની ઉપસ્‍થિતિ

 

વાંકાનેર : ગુજરાતના ગોહિલવાડનાં બોટાદ જિલ્લાનું રણપુરના નાગનેશ ગામમાં ભવ્‍યતાતિભવ્‍ય શ્રી મોટા રામજીની પ્રાણ પ્રતિષ્‍ઠા એવમ રામ મહાયાગમાં ગુજરાતમાં સર્વ પ્રથમ વિરવદંના અને પાળિયા સંસ્‍કૃતિ કાર્યક્રમ' આ મંદિરના મહંત શ્રી મહામંડલેશ્વર ૧૦૦૮ શ્રી યતિચતપાવનદાસજી (ત્‍યાગી) ના સાનિધ્‍યમાં ઉજવાયેલ આ કાર્યક્રમમાં મુખ્‍ય મહેમાન તરીકે કેન્‍દ્રના મંત્રી પરષોતમભાઇ રૂપાલાએ ખાસ હાજરી આપી હતી ને પાળિયાના સંદર્ભે આપી શ્રોતાજનોમાં આગવી ઓળખ ઉભી કરી હતી. ગુજરાતના ખ્‍યાતનામ તસ્‍વીકારને શુરવીર પાળીયા પુસ્‍તકના સંપાદકે પાળીયા પર ન ભૂતો ન ભવિષ્‍યતિ જેવું બેનમૂન કાર્ય કરી સૌરાષ્‍ટ્ર-કચ્‍છ-વાગડના પાળિયાની આગવી ઓળખ ઉભી કરનાર ભાટી એને પોતાના શૂરવીર પાળિયાનાં સંદર્ભ ટાંકતા વાંકાનેરના રાતીદેવળી ખાતે લડાયમાં પાધરે આવેલ વણુજારાની બહેનું લડાઇ જઇ વિરગતીને પામી તેના પાળીયા આજે ગામના પાદર ઊભા છે. તો વાગડના વ્રજવાણી' માં સાત વીશુ એટલે ૧૪૦ આહિરની બહેનોએ ઢોલીની પાછળ સતી થઇ તેના આજે રાસ રમતા ૧૪૦ આહિર બહેનોના બાવલા રંગબેરંગી આજે છે તો ઢોલીનો પાળિયો મંદિર બહાર જોવા મળે છે. તેમજ પદ્મશ્રી જોરાવરસિંહ જાદવે પાળિયાનો વિસ્‍તૃત ઇતિહાસ પર પ્રકાશ પાડેલ તો ડોકટર પ્રદ્યુમનકુમાર ખાચરે કેવા કેવા પાળિયાની સંગના આપી સવિસ્‍તૃત ચર્ચા કરી નાગનેશ ખાતે પાળિયાઓ સજીવન થયા હોય એવો માહોલ નિહાળવા મળેલ. બાદમાં મહંતશ્રી યતિતપાવનદાસજીની રકતતુલા કરવામાં આવેલ. રાત્રે અસંખ્‍ય દિવડાઓની આરતી કરી અવસરને ચાર ચાંદ લગાવી દિધા છે.

(12:21 pm IST)