Gujarati News

Gujarati News

News of Saturday, 14th May 2022

બે વર્ષથી મંજુર રસ્‍તાનું કામ શરૂ કરાવવા અને પાણી સમસ્‍યા હલ કરવા ખેરાણાના રહીશોએ આવેદન આપ્‍યું

 

ચોટીલાઃ તાલુકાનું ૪૫૦૦ ની વસ્‍તી ધરાવતું ખેરાણા ગામ છે આ ગામમાં જવા માટે પાચવડા થી સાત કીમી નો રસ્‍તો છે. જે ઘણા વર્ષોથી બિસ્‍માર છે. આ ડામર રોડ બે વર્ષ પૂર્વે મંજુર થયેલ છે. છતા કોન્‍ટ્રેક્‍ટર દ્વારા કામ શરૂ કરાયું નથી. આ રોડ ઉપરના નાળા તુટી ગયા છે. પાચવડા નજીક ચોમાસામાં સતત પાણીનું વહેણ હોવા થી તે સ્‍થળે સીસી રોડ બનાવવાની માગણી કરી છે. ગામના ડંકી કુવા ના તળ ડુકી ગયા છે ગામ આખું નર્મદાના નીર આધારિત છે પાણી વિભાગની બેદરકારી ને કારણે અવાર નવાર મુશ્‍કેલી ઉભી થાય છે. નાગરીકો અને માલઢોર ને પાણીની હાલાકી ભોગવવી પડે છે. શુક્રવારના પ્રાત અધિકારી પ્રિયંકકુમાર ગલચર ને આવેદન પાઠવી ઉચ્‍ચ અધિકારી ની દેખરેખ હેઠળ ભ્રષ્ટાચાર મુક્‍ત રસ્‍તાનું કામ તાત્‍કાલિક શરૂ કરાય અને પાણી સમસ્‍યા હલ કરવા માગણી કરી છે. અનેક વખત રજૂઆતો કરી છતા આજદિન સુધી કોઇ ઉકેલ આવેલ નથી ગામ લોકો ફરિયાદ અને રજૂઆત કરી ને થાક્‍યા છે. નિરાકરણ નહીં આવે તો ના છુટકે આંદોલનની ફરજ પડશે.(તસવીરઃ હેમલ શાહ)

(11:43 am IST)