Gujarati News

Gujarati News

News of Saturday, 14th May 2022

નીચી માંડલમાં કારખાનામાં કવાટરની સીડી પરથી પડી જતા ૫ વર્ષના કરણનું મોત

 

રાજકોટ,તા. ૧૪ : મોરબીના નીચી માંડણગામ પાસે કારખાનાના કવાર્ટરમાં સીડી પરથી પડી જતા બાળકનું રાજકોટની સિવિલ હોસ્‍પિટલમાં મોત નિપજ્‍યુ હતું.

મળતી વિગત મુજબ મૂળ ઉત્તરપ્રદેશના વતની હાલ મોરબીના નીચી માંડણ ગામ પાસે આવેલ સોના ટાઇલ્‍સ નામના કારખાનામાં કામ કરતા અને તેના જ કવાર્ટરમાં રહેતા રામભાઇ શરેના પાંચ વર્ષનો પુત્ર કરણ ગઇ કાલે પોતાના કર્વાટરમાં રમતો હતો. ત્‍યારે રમતા રમતા કવાટરની સીડી પરથી પડી જતા તેને માથાના ભાગે ઇજા થતા મોરબી બાદ વધુ સારવાર માટે રાજકોટની સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયો હતો. ત્‍યાં તેનું સારવાર દરમ્‍યાન મોત નિપજ્‍યુ હતું. મૃતક કરણ બે ભાઇમાં મોટો હતો. આ અંગે મોરબી પોલીસે કાર્યવાહી કરી હતી.

(1:49 pm IST)