Gujarati News

Gujarati News

News of Saturday, 14th May 2022

હોસ્પિટલ માટે યોગદાન આપનારા દાતાઓના સન્માન અને લોકડાયરો આટકોટમાં આજે રાત્રે કાર્યક્રમ

(વિજય વસાણી દ્વારા) આટકોટ, તા.૧૪: આગામી તા.૨૯ના રોજ આટકોટ ખાતે વડાપ્રધાનનાં હસ્તે લોકાર્પણ થનાર હોસ્પિટલમાં રાજકોટના અગ્રણી આગેવાનો અને ઉદ્યોગપતિઓ વ્યવસ્થામાં જોડાયા છે. આજે રાત્રે લોકડાયરો પણ યોજાશે.
૨૦૦ બેડની અત્યાધૂનિક હોસ્પિટલના લોકાર્પણ કાર્યક્રમને સફળ બનાવવા ડો.ભરતભાઇ બોઘરા અને ખોડલધામના પુર્વ પ્રમુખ અને રાજકોટ બિલ્ડર એશોસીએશનના પ્રમુખ પરેશભાઇ ગજેરાની આગેવાની હેઠળ જુદી-જુદી સમિતિઓ બનાવવામાં આવી છે.
આ સમિતિઓના સંકલન અને કામગીરી માટે પરેશભાઇ ગજેરાની આગેવાની હેઠળ રાજકોટના ભાવેશભાઇ લીંબાસીયા એસ્ટીમ ઓટો, સંજયભાઇ લુણાગરીયા અમૃતા ફલાવર્સ, સંજયભાઇ અકબરી, અમીરાજ પ્લાસ્ટિક, અશ્વિનભાઇ પાનસુરિયા ગોલ્ડ કોઇન ગ્રૃપ, રસીકભાઇ આંબલીયા, મહાદેવ કાસ્ટ, નિતીનભાઇ ખૂંટ ડિવાઇન પમ્પસ, પરેશભાઇ પરસાણા  સત્યમ સિલ્વર, રમેશભાઇ પરસાણા અમન ઓર્નામેન્ટસ, જીતેન્દ્રભાઇ કાકડીયા પ્રિન્ટવેલ ઓફસેટવાળા સહિત અનેક રાજકીય ઉદ્યોગપતિઓ તેમજ જુદા-જુદા સમાજના આગેવાનો કામે લાગી ગયા છે.
આજે રાત્રે હોસ્પિટલમાં મળેલ યોગદાનનાં દાતાઓનો સન્માનનો કાર્યક્રમ તેમજ કિર્તીદાન ગઢવી, ધીરૃભાઇ સરવૈયા સહિતના લોક સાહિત્યકારો ડાયરાની રમઝટ બોલાવશે

 

(11:27 am IST)