Gujarati News

Gujarati News

News of Friday, 14th May 2021

ઉપલેટા નગરપાલિકા સંચાલિત “કોવીડ હેલ્થ સેન્ટર”ની મુલાકાત લઈને કોરોનાની સારવાર લેતા દર્દીઓેને મુલાકાત લઇ તમામ દર્દીઓને ઝડપથી રીકવરી થાય એવી શુભકામનાઓ પાઠવતા યુવા મંત્રી જયેશ રાદડીયા

(કિશોરભાઈ રાઠોડ દ્વારા) ધોરાજી:ઉપલેટા નગરપાલિકા સંચાલિત “કોવીડ હેલ્થ સેન્ટર”ની મુલાકાત લઈને કોરોનાની સારવાર લેતા દર્દીઓેને મુલાકાત કરીને તમામ દર્દીઓને ઝડપથી રીકવરી થાય એવી યુવા મંત્રી જયેશ રાદડીયાએ શુભકામના પાઠવી હતી

 


કોવીડ હેલ્થ સેન્ટરનુ સંચાલન કરતા નગરપાલિકાના પ્રમુખ મયુર સુવા તેમજ તેમની ટીમને અભિનંદન આપીને પ્રોત્સાહીત કરતા મંત્રી જયેશ રાદડીયા.કોવીડ હેલ્થ સેન્ટરનુ સંચાલન કરતા નગરપાલિકાના પ્રમુખ મયુર સુવા તેમજ તેમની ટીમને અભિનંદન આપીનેમંત્રી જયેશ રાદડીયાએ પ્રોત્સાહિત કર્યા હતા

 

(9:49 pm IST)
  • કર્ણાટક હાઈકોર્ટે ગુરુવારે રાજ્યમાં કોરોના રસીની અછત અને લોકોને બીજો ડોઝ મેળવવામાં વિલંબ થતો હોવા અંગે ચિંતા વ્યક્ત કરી હતી. મુખ્ય ન્યાયાધીશ અભય ઓકા અને ન્યાયાધીશ અરવિંદ કુમારની ખંડપીઠે કહ્યું હતું કે રાજ્યમાં માત્ર 11 લાખ રસીઓ બાકી છે, જ્યારે 31 લાખ લોકો રસીના બીજા ડોઝ માટે કતારમાં ઉભા છે. હાઈકોર્ટે રસીની તીવ્ર ઉણપને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારને પ્રશ્ન કર્યો હતો કે શું રસીનો બીજો ડોઝ લેવો એ મૂળભૂત અધિકાર નથી? access_time 10:48 pm IST

  • "સ્પુટનિક-૫" નો પરતી ડોઝનો ભાવ જાહેર થયો: રૂ. ૯૯૫.૪૦ રશિયાથી આવેલી કોરોનાની વેક્સીન "સ્પુટનિક-૫" આવતા સપ્તાહથી ભારતમાં રૂ. ૯૯૫.૪૦ ના ભાવથી મળશે. જુલાઈ મહિનામાં આ રસીનું ઉત્પાદન ભારતમાં શરૂ થશે પછી તેની કિંમતમાં ઘટાડો થશે તેમ જાણવા મળે છે.* access_time 12:52 pm IST

  • એમપીમાં પત્રકારો અને પરિવારની કોરોના સારવારનો ખર્ચ શિવરાજ સરકાર ઉઠાવશે મધ્યપ્રદેશમાં કોરોના વોરિયર પત્રકારો અને તેમના પરિવારના સભ્યોના કોરોનાની સારવારનો સંપૂર્ણ ખર્ચ ભાજપની શિવરાજસિંહ ચૌહાણ સરકાર ઉઠાવશે. access_time 4:59 pm IST