Gujarati News

Gujarati News

News of Friday, 14th May 2021

મોરબી રઘુવંશી કોવિડ સેન્ટરની સુંદર કામગીરી બદલ સમગ્ર ટીમનું અભિવાદન કરવામાં આવ્યું

મોરબી : શ્રી લોહાણા મહાજન-મોરબી દ્વારા રઘુવંશી કોવિડ સેન્ટર-મોરબી ની અનન્ય કામગીરી બદલ સમગ્ર ટીમનુ અભિવાદન કરવામા આવ્યુ હતું

  સમગ્ર વિશ્વમા કોરોના વાઈરસે કહેર વરસાવ્યો છે ત્યારે સમગ્ર ગુજરાતમા કોરોનાની બીજી લહેરે ભરડો લીધો છે. એવામા સમગ્ર ગુજરાતમા લોહાણા સમાજનુ પ્રથમ કોવિડ સેન્ટર મોરબી ખાતે રઘુવંશી કોવિડ સેન્ટરના નામે કાર્યરત થયુ હતુ જેમા તન-મન-ધન થી લોહાણા અગ્રણીઓએ આપેલ યોગદાનથી અનેક કોરોના દર્દીઓ સ્વસ્થ થઈને પરત ફર્યા છે
  લોહાણા અગ્રણીઓના આ ઉમદા કાર્ય બદલ મોરબી લોહાણા મહાજન-મોરબી દ્વારા રૂચિરભાઈ કારીયા, જીનેશભાઈ કાનાબાર, સુનિલભાઈ પુજારા, જય કક્કડ, હાર્દિક રાજા, નર્સિંગ ડીપાર્ટમેન્ટ હેડ રવિના મેડમ, ડો. યશ હીરાણી, ડો.ભાવીન ચંદે, ચંદ્રેશભાઈ આડઠક્કર, પરેશ ભાઈકાનાબાર, દીલીપભાઈ કાનાબાર, તેજશ બારા, જશવંતભાઈ મીરાણી સહીતના અગ્રણીઓનું અભિવાદન કરવામાં આવ્યું હતું

(7:29 pm IST)