Gujarati News

Gujarati News

News of Friday, 14th May 2021

ષડયંત્ર નહી ષડમંત્રને ધારણ કરોઃ પૂ. મોરારીબાપુ

શ્રી સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આયોજીત 'માનસ બિનય પત્રિકા' ઓનલાઈન શ્રીરામકથાનો સાતમો દિવસ

રાજકોટ, તા. ૧૪ :. 'પ્રમાણીક બનીને જુદી જુદી બાબતોના નિર્ણય કરવા જોઈએ, ષડયંત્ર નહી પરંતુ મનમાં ષડમંત્ર એટલે કે ૬ સારા વિચારો ધારણ કરવા જોઈએ' તેમ પૂ. મોરારીબાપુએ શ્રી સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આયોજીત 'માનસ બિનય પત્રિકા' ઓનલાઈન શ્રીરામકથાના સાતમા દિવસે કહ્યુ હતું.

પૂ. મોરારીબાપુએ વધુમાં જણાવ્યુ હતું કે, સત્યવાદીએ ચૂપ રહેવુ તે કાયરતા નથી, વિપતીને વૈભવ સમજવો તે પણ એક ષડયંત્ર જ છે.

ગઈકાલે પૂ. મોરારીબાપુએ છઠ્ઠા દિવસે કહ્યુ હતુ કે, ચાર ઘાટ પર કથા ચાલે છે જ્યાં શબ્દ બોલે છે, સુરતા સાંભળે છે. નીલગીરી પર્વત પર પરમહંસ ભુસુડી બોલે છે અને હંસ સાંભળે છે, પરમ વિવેક બોલે છે અને અતિ મુઢ સાંભળે અને તુલસીદાસ જેવા પરમ સાધુ બોલે અને તેના મનરૂપી સાધુ સાંભળે છે. બીજા દેવ મહાદેવ. મહાદેવ કોણ ?

હનુમાન ત્રીજા દેવ - વિષ્ણુ પોષણ કરે છે તો ભરત ન હોત તો અયોધ્યાનું પોષણ ન થાત, ભરત અયોધ્યાને પૂષ્ટ કરી છે. ચોથા દેવ સૂર્ય. સૂર્ય કોણ ? લક્ષ્મણ - તેજસ્વી તેજ, અગ્નિ તત્વ અને પાંચમા ગણેશ એટલે શત્રુઘ્ન. આ નાના પણ વિઘ્નહર્તા છે. આ પાંચ છે ત્યાં જ પરમેશ્વર છે.(૨-૧૯)

(3:39 pm IST)