Gujarati News

Gujarati News

News of Friday, 14th May 2021

જામનગર- ઝાખરમાં જુગાર રમતા ૧૩ ઝડપાયાઃ ૪ નાસી છૂટયા

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર, તા.૧૪: જામનગર અને ઝાખરમાં જુગાર રમતા ૧૩ શખ્સો ઝડપાયા છે જયારે ૪ નાસી છૂટયા હતા.

પાણખાણ

સીટી સી ડિવીઝન પોલીસ સ્ટેશનમાં કોન્સ. પ્રદીપસિંહ નિર્મળસિંહ રાણા એ ફરીયાદ નોંધાવી છે કે, તા.૧૩–પ–ર૦ર૧ ના ગોકુલનગર, પાણખાણ લહેરી પાન વાળી ગલીમાં આરોપીઓ મનસુખભાઈ બાબુભાઈ કાંબલીયા, વિજયભાઈ દેવજીભાઈ રોજાસરા, રાકેશભાઈ રમેશભાઈ લીલાપરા, જયસુખભાઈ જેન્તીભાઈ તંબોલીયા, વિજયભાઈ કરણભાઈ વાઘેલા, રે. જામનગરવાળા ગંજીપતાના પાના વડે પૈસાની લેતી દેતી કરી પૈસાની હારજીત કરી તીનપતી નામનો જુગાર રમી રમાડી રેઈડ દરમ્યાન કુલ રૂ.૩,પપ૦/–  તથા મોબાઈલ ફોન જેની કિંમત રૂ.૧૬,૦૦૦/– મળી કુલ રૂ.૧૯,પપ૦/– ના મુદામાલ સાથે ઝડપાઈ ગયેલ છે.

કામળીયા વાસ

સીટી એ ડિવીઝન પોલીસ સ્ટેશનમાં કોન્સ. કલ્પેશભાઈ રમેશભાઈ અઘારા એ ફરીયાદ નોંધાવી છે. કે, તા.૧૪–પ–ર૦ર૧ના જામનગરમાં દિ.પ્લોટ ૪૯, કામળીયા વાસ, કાળભૈરવ મંદિરની બાજુમાં આરોપીઓ હમીરજી ઉર્ફે જુવાનસિંહ કરશનજી જાડેજા, રમેશ અરજણભાઈ હરબડા, હાર્દિક ઉર્ફે જીગર મનસુખભાઈ નાખવા, વિનોદ કરશનભાઈ ચૌહાણ, ભરત હરસુરભાઈ ચૌહાણ,  રે. જામનગરવાળા ગંજીપતાના પાના વડે પૈસાની લેતી દેતી કરી પૈસાની હારજીત કરી તીનપતી નામનો જુગાર રમી રમાડી રેઈડ દરમ્યાન કુલ રૂ.૧૦૮૧૦/– સાથે ઝડપાઈ ગયેલ છે. તથા અન્ય આરોપી પ્રભુભાઈ ભગવાનજીભાઈ, હેમતસિંહ કાનજી જાડેજા, મનીષ ઉર્ફે મનીયો બાયુ, વિશાલ નરશી ચૌહાણ, જીતુ ભાનીશાળી ફરાર થઈ ગયેલ છે. તે અંગે પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

ઝાખર ગામે

મેઘપર પોલીસ સ્ટેશનમાં હેડ કોન્સ. વિરેન્દ્રસિંહ ચંદુભા જાડેજા એ ફરીયાદ નોંધાવી છે કે, તા.૧૪–પ–ર૦ર૧ ના ઝાખર ગામે જૂની સોસાયટી ડાંડના મંદિરથી પછાળ શેરીમાં આરોપીઓ મનસુખ ઘોઘુભાઈ લાલવાણી, જીવરાજ સોમાભાઈ  લાલવાણી, કુલદિપસિંહ લાલુભા ઝાલા, રે. જામનગરમાં  ગંજીપતાના પાના વડે પૈસાની લેતી દેતી કરી પૈસાની હારજીત કરી તીનપતી નામનો જુગાર રમી રમાડી રેઈડ દરમ્યાન કુલ રૂ.૧૦રર૦/ના મુદામાલ સાથે ઝડપાઈ ગયેલ છે.

(1:04 pm IST)