Gujarati News

Gujarati News

News of Friday, 14th May 2021

કેશોદ તથા આજુબાજુના વિસ્તારોમાં ભેદી ધડાકો

(કિશોરભાઇ દેવાણી દ્વારા) કેશોદઃ  હાલમાં કોરોના મહામારીં ચાલી રહી છે, બીજી તરફ હવામાન વિભાગ દ્વારા સામાન્ય વરસાદ અને વાવાઝોડાની આગાહી આપવામાં આવી છે ત્યારે ગઇકાલે બપોરે ૧૨ વાગ્યાની આસપાસ ભેદી ધડાકો સંભળાયો હતો. જે કેશોદના આજુબાજુના ગ્રામ્ય વિસ્તારોમાં પણ ભેદી ધડાકો સંભળાયો હોવાનું જાણવા મળે છે ભેદી ધડાકાનું રહસ્ય અકબંધ છે.

(11:40 am IST)
  • આજે પણ રાજકોટ શહેર - જિલ્લામાં કોરોનાનો કહેર યથાવત : આજે સાંજ સુધીમાં રાજકોટ શહેરમાં 316 અને ગ્રામ્યના 306 કેસ સાથે કુલ 622 નવા કોરોના ના કેસ નોંધાયા access_time 7:34 pm IST

  • "સ્પુટનિક-૫" નો પરતી ડોઝનો ભાવ જાહેર થયો: રૂ. ૯૯૫.૪૦ રશિયાથી આવેલી કોરોનાની વેક્સીન "સ્પુટનિક-૫" આવતા સપ્તાહથી ભારતમાં રૂ. ૯૯૫.૪૦ ના ભાવથી મળશે. જુલાઈ મહિનામાં આ રસીનું ઉત્પાદન ભારતમાં શરૂ થશે પછી તેની કિંમતમાં ઘટાડો થશે તેમ જાણવા મળે છે.* access_time 12:52 pm IST

  • કાઠમંડુ : કે.પી.શર્મા ઓલી ફરી એકવાર નેપાળના વડાપ્રધાન બન્યા છે. નેપાળના રાષ્ટ્રપતિ સુ. શ્રી વિદ્યા ભંડારીએ નેપાળના બંધારણ હેઠળ સૌથી મોટા પક્ષના નેતા હોવાના કારણે ઓલીને વડાપ્રધાન તરીકે નિયુક્ત કર્યા છે. નેપાળની સંસદમાં વિશ્વાસનો મત ગુમાવ્યા બાદ રાષ્ટ્રપતિએ ગઠબંધન સરકાર બનાવવા માટે ત્રણ દિવસનો સમય આપ્યો હતો, જે આજે પૂરો થયો છે. પરંતુ નેપાળના વિરોધી પક્ષો દ્વારા તમામ પ્રયાસો છતાં બહુમતી મેળવવામાં તેઓ નિષ્ફળ રહ્યા હતા અને સત્તાનું સુકાન ફરી એકવાર કે.પી.શર્મા ઓલીના હાથમા આવી ગયું. access_time 11:11 pm IST