Gujarati News

Gujarati News

News of Friday, 14th May 2021

હળવદમાં વિના મૂલ્યે પક્ષીઓના પાણીના એક હજાર કુંડાનું વિતરણ

હાલમાં કાળઝાળ ગરમીમાં પક્ષીઓને પીવાના પાણીની વ્યવસ્થા થઈ શકે એ માટે રોટરી કલબ ઓફ હળવદ દ્વારા પક્ષીઓને પાણી માટે માટીના ૧૦૦૦ નંગ કુંડાઓનું વિનામૂલ્યે વિતરણ રોટરી મેડિકલ સ્ટોર ખાતે દાતાઓના સહયોગથી કરવામાં આવ્યું હતું. જેમાં નગરજનો એ મોટા પ્રમાણ મા કુંડા ઓ લઈ જઈ ને પક્ષીઓ પ્રત્યે પોતાની સંવેદના દર્શાવાઇ હતી અને રોટરી કલબના આયોજનને પણ બિરદાવ્યું હતું.(તસ્વીર-અહેવાલઃ દિપક જાનીઃહળવદ)

(10:01 am IST)
  • શરદી અને તાવને હળવાશમાં ના લે ખેડૂતો, ગામડાઓ પણ કોરોના ફેલાઈ રહ્યો છે:વડાપ્રધાન મોદીની અપીલ access_time 12:59 am IST

  • દેશના અનેક ભાગોમાં તબાહી મચાવી શકે છે વાવાઝોડુ ‘ટૌકતે’ ૧૪ થી ૧૬ મે દરમિયાન કેરળ, કર્ણાટક, તામિલનાડુ અને મહારાષ્ટ્ર સહિત અનેક વિસ્તારોમાં ભારે વરસાદ પડી શકે છે : ૨૦મીએ કચ્છમાંથી પસાર થઈ દક્ષિણ પાકિસ્તાન તરફ આ વાવાઝોડુ ફંટાઈ શકે છે access_time 11:29 am IST

  • કાઠમંડુ : કે.પી.શર્મા ઓલી ફરી એકવાર નેપાળના વડાપ્રધાન બન્યા છે. નેપાળના રાષ્ટ્રપતિ સુ. શ્રી વિદ્યા ભંડારીએ નેપાળના બંધારણ હેઠળ સૌથી મોટા પક્ષના નેતા હોવાના કારણે ઓલીને વડાપ્રધાન તરીકે નિયુક્ત કર્યા છે. નેપાળની સંસદમાં વિશ્વાસનો મત ગુમાવ્યા બાદ રાષ્ટ્રપતિએ ગઠબંધન સરકાર બનાવવા માટે ત્રણ દિવસનો સમય આપ્યો હતો, જે આજે પૂરો થયો છે. પરંતુ નેપાળના વિરોધી પક્ષો દ્વારા તમામ પ્રયાસો છતાં બહુમતી મેળવવામાં તેઓ નિષ્ફળ રહ્યા હતા અને સત્તાનું સુકાન ફરી એકવાર કે.પી.શર્મા ઓલીના હાથમા આવી ગયું. access_time 11:11 pm IST