Gujarati News

Gujarati News

News of Friday, 14th May 2021

આ તો કેવું ! કોવીડ નેગેટીવ રીપોર્ટ અંગેનું જાહેરનામું ૧૩ તારીખે પ્રસિદ્ધ પરંતુ અમલવારી તા. ૧૧ થી કરવાની ?

જુનું જાહેરનામું તા. ૧૦ ના રોજ પૂર્ણ થયું અને નવું જાહેરનામુ ૧૧ થી લાગુ પરંતુ બે દિવસ બાદ મોકલાયું

મોરબીનું વહીવટી તંત્ર કોવીડ કામગીરીમાં એટલું બધું વ્યસ્ત રહે છે કે સમયસર જાહેરનામાં પ્રસિદ્ધ કરવાનો સમય પણ “સાહેબો” ને મળતો નથી શાકભાજીથી લઈને લારી ગલ્લાના ધારકોએ વેપારના સ્થળે કોવીડ નેગેટીવ રીપોર્ટ ફરજીયાત સાથે રાખવાનું જાહેરનામું આજે તા. ૧૩ ના રોજ પ્રસિદ્ધ કરાયું છે જોકે તેની અમલવારી તા. ૧૧ મેં થી ૩૧ મેં સુધી કરવાનું ફરમાન કરાયું છે
મોરબીમાં કોરોના મહામારીને પગલે જીલ્લા કલેકટર જે બી પટેલ દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે જેમાં મોરબી જીલ્લાના મોરબી, વાંકાનેર, હળવદ અને માળિયા નગરપાલિકા વિસ્તાર ઉપરાંત રવાપર, મહેન્દ્રનગર, ત્રાજપર, અમરેલી, શકત શનાળા તા. મોરબીના મહેસુલી વિસ્તાર ઉપરાંત ટંકારા, જબલપુર તા. ટંકારાના ગામોના મહેસુલી વિસ્તારમાં કોવીડ રીપોર્ટ નેગેટીવ રાખવાનો રહેશે આરટીપીસીઆર તથા એન્ટીજન રીપોર્ટ બેમાંથી કોઈ એક રીપોર્ટ દસ દિવસથી વધુ સમયનો ના હોય તેવો ધંધાના સ્થળે ફરજીયાત ઉપલબ્ધ રાખવાનો રહેશે
કોને કોને ધંધાના સ્થળે રાખવો પડશે કોરોના નેગેટીવ રીપોર્ટ
• શાકભાજીના છૂટક/જથ્થાબંધ વિક્રેતા
• હોટેલ/રેસ્ટોરન્ટમાં કામ કરતા તમામ
• ખાણીપીણીની લારી ગલ્લાવાળા
• રીક્ષા/ટેક્ષી કેબવાળા-ભાડે ફરતા વાહનોના ડ્રાઈવર-ક્લીનર
• પાનના ગલ્લાવાળા/ચાની કીટલી અને દુકાન
• હેર સલુન તથા બ્યુટીપાર્લરમાં કામ કરતા ઈસમો
• ખાનગી સિક્યુરીટી એજન્સીના ગાર્ડસ તથા સ્ટાફ
• સ્વરોજગાર મેળવતા કારીગરો જેવા કે સુથાર, લુહાર, ઈલેક્ટ્રીશીયન, પ્લમબર, ટેકનીશીયન
• શોપિંગ મોલ અને શોપિંગ કોમ્પ્લેક્ષમાં વેચાણ વિતરણ કરનાર
મુક્તિ/અપવાદ કોવીડ ૧૯ અંતર્ગત રસીનો ડોઝ લીધેલ હોય તેવા લોકોને લાગુ પડશે નહિ રસીકરણ બદલનું પ્રમાણપત્ર અધિકૃત અધિકારી તરફથી માંગ્યે રજુ કરવાનું રહેશે
જે જાહેરનામાંની અમલવારી તા. ૧૧-૦૫-૨૦૨૧ થી તા. ૩૧-૦૫-૨૦૨૧ સુધી કરવાની રહેશે તેમ જણાવ્યું છે જોકે સાહેબો જાહેરનામું પ્રસિદ્ધ કરવાનું ભૂલી ગયા હોય અથવા અતિ વ્યસ્તતા વચ્ચે સમય મળ્યો ના હોય જાહેરનામું બે દિવસ બાદ મીડિયાને પ્રસિદ્ધિ અર્થે મોકલવામાં આવ્યું છે

(9:27 pm IST)