Gujarati News

Gujarati News

News of Thursday, 14th May 2020

પોરબંદરમાં દોઢ માસ બાદ ફરી કોરાનાનો પોઝીટીવ કેસ : રાજીવનગર કલસ્ટર કોરોન્ટાઇન

આજે સવારે કોરાનાના શંકાસ્પદ વધુ ૧પ કેસ : સેમ્પલ જામનગર મોકલ્યા : અગાઉના ૩ પોઝીટીવ કેસના દર્દીઓ સાજા થતા ઘેર મોકલી આપેલ

પોરબંદર, તા. ૧૪ : પોરબંદર જિલ્લામાં દોઢ માસ બાદ કોરાના વાયરસનો વધુ એક કેસ આવતા અત્યાર સુધી કોરાના પોઝીટીવના કુલ ૪ કેસ થયેલ છે જેમાં અગાઉના ૩ પોઝીટીવ કેસના દર્દી સાજા થતાં તેમને સીવિલ હોસ્પિટલમાંથી ઘેર મોકલી આપેલ છે. ગઇકાલે કોરોનાના પોઝીટીવનો કેસના  પુરૂષ દર્દી રાજીવનગરમાં રહેતા હોય, રાજીવનગરને કલસ્ટર કોરોન્ટાઇન કરી સીલ કરેલ છે.

આજે સવારે સીવિલ હોસ્પિટલમાં કોરાનાના શંકાસ્પદ નવા ૧પ કેસ આવતા દર્દીઓના સેમ્પલ લઇને જામનગર મોકલી આપેલ છે. આ ૧પ કેસમાં ૮ પુરૂષ અને ૭ સ્ત્રીઓ છે.

ગઇકાલે સવારે કોરાનાના શંકાસ્પદ ૧ર કેસ આવતા દર્દીઓના નમૂના લઇને જામનગર મોકલ્યા હતાં જેમાં ૧૧ કેસના નેગેટીવ રીપોર્ટ આવેલ અને બાકીના એક કેસનો કોરાનાનો પોઝીટીવ રિપોર્ટ આવતા તંત્ર એલર્ટ થઇ ગયું છે. મુંબઇથી પ૦ વર્ષના એક પુરૂષ તેની પત્ની ર બાળકો અને મિત્રો સહિત કુલ ૮ વ્યકિતઓ પોરબંદર બસમાં આવ્યાં હતાં. આ તમામને આરોગ્ય ખાતા દ્વારા કોરોન્ટાઇન કરેલ હતાં. ૩૧ દિવસના કોરોન્ટાઇન બાદ પ૦ વર્ષના પુરૂષને કોરોનાના લક્ષણો દેખાતા તેમના નમૂના લઇને જામનગર મોકલતા તેમનો કોરાનાના પોઝીટીવ રિપોર્ટ આવેલ હતો તેમની સાથે આવેલ પત્ની બાળકો અને મિત્રો સહિત ૭ વ્યકિતઓને સીવિલ હોસ્પિટલના સેની આઇસોલેશનમાં રાખેલ છે. મુંબઇથી આવેલ પ૦ વર્ષના પુરૂષ પોરબંદરમાં રાજીવનગરમાં ભાડે મકાનમાં રહે છે.

(1:25 pm IST)