Gujarati News

Gujarati News

News of Tuesday, 14th May 2019

ફાઈબર બ્રેકસ ઓપ્ટિકલ ટેકનોલોજીના ઉપયોગથી રેલ્વે ટ્રેક ઉપર સિંહોના મોત અટકાવાશે

જૂનાગઢ, તા. ૧૪ :. રેલ્વે ટ્રેક પર સિંહોના મોતના મામલે મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. રેલ્વે ટ્રેક પર સિંહોનાં મોતને અટકાવવા માટે ફાઈબર બ્રેકસ ઓપ્ટીકલ ટેકનોલોજીનો ઉપયોગ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જૂનાગઢ રેન્જ આઈ.જી.ની અધ્યક્ષતામાં મોનિટરીંગ કમિટીની બેઠક મળી હતી. જેમાં વનતંત્ર, રેલ્વે સહિતના વિભાગના અધિકારીઓની હાજરીમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે.

રેન્જ આઈ.જી.ની અધ્યક્ષતામાં સિંહના રહેણાંક વિસ્તારમાં અનધિકૃત પ્રવૃતિ તથા શંકાસ્પદ લોકોની અવરજવર પર નિયંત્રણ રાખવા માટે મોનીટરીંગ કમીટીના બેઠક મળી હતી. જેમાં મુખ્ય વન સંરક્ષક ડી.ટી. વસાવડા, જૂનાગઢ રેન્જ હેઠળના પોલીસ અધિક્ષક, વીજતંત્રના અધિકારી, રેલ્વેના અધિકારી તથા ખાણખનિજ, માર્ગ અને મકાન વિભાગના અધિકારીઓ હાજર રહ્યા હતા.

ફાઈબર બ્રેકસ ઓપ્ટિકલ ટેકનોલોજીના ઉપયોગથી ટ્રેનનાં ચાલકને સિંહોના આવન જાવન અંગે એલાર્મ દ્વારા જાણકારી મળશે. આવી રીતે સિંહોના ટ્રેન હડફેટે મોત નિવારવામાં આવશે.

(3:39 pm IST)