Gujarati News

Gujarati News

News of Tuesday, 14th May 2019

રકતમાં વિશિષ્ટ વૃક્ષમાંથી કુદરતી ઝરતુ પાણી :

વઢવાણ : સુરેન્દ્રનગર જિલ્લા-રણમાં પાણી ન મળે પરંતુ રગત રાયડાના વૃક્ષમાં કુદરતી ફુલમાં પાણી ટપકે છે. પક્ષી-ચાંચબોળી પાણી પીવે છે. જિલ્લાના રણ વિસ્તાર એટલે પાટડી તાલુકાના ખારાગોયા રણમાં જો માનવી છાયડો શોધે ને સાંજ પડે અને પાણીની તો વાત જ કયા કરવી. આ વિસ્તારના લોકોને ટેન્કર સપ્તાહમાં આવે તો પીવાના પાણીનો મેળ પડે.  આ વિસ્તાર જયાં જુઓ ત્યાં અગજ જવાળા ફેલાતી દેખાતી હોય. એક એવી ચીજ છે કે જેના ભરોસા ઉપર દુનિયા ચાલે છે. ત્યારે જયાં પાણી વિડા ગાળો તો પણ ન મળે ખારાશપટ્ટ આ રણમાં જયાં જાવ ત્યાં અગરના પાટ્ટા અને માનવીના પેટે પાટા બાંધીને કામગીરી કરતા હોય ત્યારે પલવાર સાથેના ઝુપડામાં વિતાવી ફરીવાર એનું એજ જીવન જીવતા હોય. આવી આ રણની દાસ્તાન રહેલી છે. રણમાં પાણી જરતા વૃક્ષ અને તેના ફુલોની તસ્વીર. (તસ્વીર ફઝલ ચૌહાણ-વઢવાણ)

(1:16 pm IST)