Gujarati News

Gujarati News

News of Tuesday, 14th May 2019

મોરબી નકલી ફાયરીંગ પ્રકરણમાં ફરાર સંદીપ મેરજાની ધરપકડ

ફાયરીંગના તરકટને સમર્થન આપી પોલીસને ગેરમાર્ગે દોરી'તી

મોરબી તા. ૧૪ : મોરબીના કહેવાતા ગૌરક્ષક દ્વારા ફાયરીંગની ખોટી ઉભી કરેલી ફરિયાદનો પોલીસે પર્દાફાશ કરી પોલીસને ગેરમાર્ગે દોરવા અંગે છ શખ્શો સામે ગુન્હો નોંધવામાં આવ્યો હતો. જેમાં અગાઉ પાંચ આરોપી ઝડપાયા બાદ ફરાર વધુ એક આરોપીને પોલીસે ઝડપી લીધો છે.

મોરબીના કહેવાતા ગૌરક્ષક દિનેશ લોરિયાએ તેના સાગરીતો સાથે મળીને તેની કાર પર ફાયરીંગ થયાનું નાટક રચ્યું હતું. જોકે પોલીસની ચકોર નજરે નાટકને પકડી પાડ્યું હતું અને ફરિયાદી તેમજ આરોપી દિનેશ લોરિયા, સિકંદર ઈસ્માઈલ તરાયા, ઈબ્રાહીમ ઈસ્માઈલ તરાયા, અબ્દુલ ઓસમાણ તરાયા તેમજ અશ્વિન પરમાર તેમજ સંદીપ માવજી મેરજા રહે મોરબી મહેન્દ્રનગર એમ છ આરોપી સામે પોલીસને ગેરમાર્ગે દોરવાના તેમજ ખોટા પુરાવા ઉભા કરવા અંગે ગુન્હો નોંધવામાં આવ્યો હતો અગાઉ દિનેશ લોરિયા અને તેના ત્રણ સાગરીતોને ઝડપી લીધા બાદ બી ડીવીઝન પીઆઈ આઈ એમ કોઢિયાના માર્ગદર્શન હેઠળ બી ડીવીઝન પોલીસની ટીમે વધુ એક આરોપી અશ્વિન પરમાર એમ પાંચ આરોપીને ઝડપી લઈને જેલભેગા કર્યા છે.

જયારે નકલી ફાયરીંગ કેસમાં ફરાર સંદીપ માવજી મેરજા રહે. મહેન્દ્રનગર મોરબી વાળો ઇસમ ફરાર હોય જેને બી ડીવીઝન પોલીસે ઝડપી લીધો છે. આરોપી સંદીપ મેરજાએ ફાયરીંગ થયાને સમર્થન આપ્યું હતું અને સાક્ષી તરીકે પોલીસને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કર્યો હોય જે ગુન્હા સબબ આરોપીને ઝડપી લઈને તેના રિમાન્ડ મેળવવા તજવીજ આદરી છે.

(1:15 pm IST)