Gujarati News

Gujarati News

News of Tuesday, 14th May 2019

સાયલા પાસે ગુણવંતરાય ભટ્ટની હત્યા કરનારના સીસીટીવી કુટેજ જાહેર

(ફઝલ ચૌહાણ દ્વારા) વઢવાણ તા. ૧૪ : સુરેન્દ્રનગર જીલ્લા સાયલા પોલીસ સ્ટેશનમાં ગઇ તા.૬/પ/ર૦૧૯ ના રોજ સાયલા સર્કલ નજીક રોડની સાઇડમાં એક કારમાંથી ખુન કરેલી હાલતમાં મરણજનાર ગુણંવતરાય ઇચ્છાશંકર ભટ્ટ (ઉ.૮ર) રહે. નારાયણપુરા અમદાવાદ વાળાની લાશ મળી આવેલી અને આ કામે અજાણ્યા વ્યકતી સામે સાયલા પોલીસ સ્ટેશનમાં ખુનનો ગુનો નોંધવામાં આવેલ હતો. આ ગુનાની તપાસ દરમ્યાન સી.સી.ટી.વી. કુટેજ મળેલ હતા. જેથી આ અજાણ્યા વ્યકિતની ઓળખ મેળવવા સારૂ તમામને જણાવવામાં આવે છે કે ફોટા વાળી વ્યકિત વિશેની માહિતી ફોન નંબર આપવા વિનંતી છે અને આ માહિતી આપનારનું નામ ગુપ્ત રાખવામાં આવશે અને માહિતી આપનારને યોગ્ય ઇનામ આપી પ્રોત્સાહીત કરવામાં પણ આવશે.

આ માટે સુરેન્દ્રનગર જીલ્લા કંટ્રોલ રૂમ-૦ર૭પર ર૮ર૪પર ડી.વી.બસીયા, ડી.વાય.એસ.પી. લીંબડી-૯૯૭૮૪ ૦૭૮૯૬, ડી.એમ.ઢોલ પોલીસ ઇન્સપેકટર એલ.સી.બી.શાખા સુરેન્દ્રનગર-૯૦૯૯૦ ૪૭પ૧૮, આર.ડી.પરમાર સર્કલ પોલીસ ઇન્સપેકટર ચોટીલા-૯૯૭૮૯ ૩૩૩૪૦, એમ.ડી.ચૌધરી પોલીસ સબ. ઇન્સપેકટર સાયલા-૯૯૦૯૯ પ૭૪૦૩ ઉપર સંપર્ક કરવા જણાવ્યું છે.

(1:15 pm IST)