Gujarati News

Gujarati News

News of Tuesday, 14th May 2019

સ્વામીનારાયણ મંદિર જુનાગઢના ટ્રસ્ટી તરીકે ઇતિહાસમાં સૌથી નાનીવયના માંગરોળીયા નિમાયા

અમરેલી તા. ૧૪ : વડતાલ તાબાના સ્વામિનારાયણ મંદિર જૂનાગઢ ખાતે યોજાયેલ ચૂંટણીમાં અમરેલી જિલ્લાને પ્રતિનિધિઆપતાં આચાર્યશ્રી રાકેશપ્રસાદજી મહારાજ અમરેલીના યુવા આગેવાન કર્મનિષ્ઠ સત્સંગી એવા રાજેશભાઈ માંગરોળીયાને સ્વામિનારાયણ મંદિર જૂનાગઢના ટ્રસ્ટી તરીકે ઇતિહાસમાં સૌથી નાની વયના ટ્રસ્ટી તરીકે નિમણૂક આપેલ છે. ઙ્ગ

સ્વામિનારાયણ સંપ્રદાયના દક્ષિણ દેશના વડતાલ પીઠાધિપતિ ૧૦૦૮ મહારાજ શ્રી રાકેશ પ્રસાદના રાધારમણ મંદિર ટ્રસ્ટ જુનાગઢ સ્વામિનારાયણ મંદિરના નોમીની ની ટ્રસ્ટી તરીકે અમરેલી જિલ્લાને પ્રથમ વખત આચાર્યશ્રીએ પ્રતિનિધિત્વ આપેલ છે.

જેમાં યુવા આગેવાન રાજેશભાઈ માંગરોળીયાની નિમણૂક કરેલ છે. આચાર્યશ્રીના આદેશ અનુસાર મંદિરમાં અલગ અલગ વિભાગોમાં સેવાઓ આપી વ્યવસ્થાઓ ગોઠવવી મંદિરના વિકાસ માટેના અલગ અલગ દ્રષ્ટિકોણથી હરિભકતોને સવલતો આપવી આ સંપૂર્ણ જવાબદારી સ્વામીનારાયણ ટેમ્પલ બોર્ડ ટ્રસ્ટ દ્વારા થતી હોય છે. જેમાં કુલ સાત પ્રતિનિધિઓ હોય છે તે પૈકી અમરેલીના રાજેશભાઈ માંગરોળીયાને આ સેવાની તક આપેલ છે.

(1:14 pm IST)