Gujarati News

Gujarati News

News of Tuesday, 14th May 2019

પવનના સૂસવાટા સાથે મહતમ તાપમાનમાં ફરી વધારો

વહેલી સવારે ધુપ - છાંવ બાદ આખો દિવસ અસહ્ય ઉકળાટ : બફારાથી લોકો પરસેવે રેબઝેબ

રાજકોટ તા. ૧૪ : રાજકોટ સહિત સૌરાષ્ટ્ર - કચ્છમાં ફરી ગરમીમાં વધારો થયો છે અને લોકો પરસેવે રેબઝેબ થઇ રહ્યા છે. મહત્તમ તાપમાનમાં પણ વધારો થયો છે.

વહેલી સવારે ધુપ-છાંવ બાદ આખો દિવસ અસહ્ય ઉકળાટનો અનુભવ થઇ રહ્યો છે અને અસહ્ય બફારો થાય છે.

ભાવનગર

ભાવનગર : ભાવનગરમાં ૩૨ કિ.મી.ની ઝડપે પવન ફુંકાયો હતો. ગોહિલવાડ પંથકમાં છેલ્લા અઠવાડિયાથી તેજ પવન ફુંકાઇ રહ્યો છે. આજે ભાવનગર શહેરનું મહત્તમ તાપમાન ૩૮.૪ ડીગ્રી અને લઘુત્તમ તાપમાન ૨૭.૬ ડીગ્રી નોંધાયું હતું. જ્યારે વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૪૦ ટકા અને પવનની ઝડપ ૩૨ કિ.મી. પ્રતિકલાકની રહી હતી.

જામનગર

જામનગર : શહેરનું આજનું હવામાન ૩૬.૬ મહત્તમ, ૨૬ લઘુત્તમ, ૮૫ ટકા વાતાવરણમાં ભેજનું પ્રમાણ, ૧૪.૫ પ્રતિ કલાક પવનની ગતિ રહી હતી.

કયાં કેટલું તાપમાન

રાજકોટઃ ગઇકાલે ગુજરાતમાં નોંધાયેલ મહત્તમ તાપમાન નીચે મુજબ છે.

શહેર

મહત્તમ તાપમાન

ડિગ્રી

અમદાવાદ

૪૧.૮

,,

ડીસા

૩૯.૬

,,

વડોદરા

૪૦.૬

,,

સુરત

૩૪.૨

,,

રાજકોટ

૪૨.૩

,,

ભાવનગર

૩૮.૪

,,

પોરબંદર

૩૨.૭

,,

વેરાવળ

૩૨.૭

,,

જામનગર

૩૬.૫

,,

દ્વારકા

૩૧.૩

,,

ઓખા

૩૧.૮

,,

ભુજ

૩૮.૬

,,

નલીયા

૩૪.૪

,,

સુરેન્દ્રનગર

૪૨.૦

,,

ન્યુ કંડલા

૩૮.૧

,,

કંડલા એરપોર્ટ

૪૦.૨

,,

અમરેલી

૪૧.૮

,,

ગાંધીનગર

૪૨.૦

,,

મહુવા

૩૫.૮

,,

દિવ

૩૪.૦

,,

વલસાડ

૩૨.૯

,,

વલ્લભવિદ્યાનગર

૩૯.૮

,,

(11:31 am IST)