Gujarati News

Gujarati News

News of Tuesday, 14th May 2019

પ્રભાસ પાટણમાં કોળી જ્ઞાતિના વિદ્યાર્થીઓને માર્ગદર્શન અપાયું

ધોરણ ૧૦-૧૨ પછી કયા ક્ષેત્રમાં તકો છે ?

પ્રભાસપાટણ તા ૧૪  :  ભીડીયા પ્લોટ (બંદર) ખાતે કોળી જ્ઞાતી સમાજના પટેલ ધનજીભાઇ લક્ષ્મણભાઇ વૈશ્યના અધ્યક્ષ સ્થાને ધોરણ ૧૦ અને ૧૨ તેમજ અન્ય ધોરણના વિદ્યાર્થીઓને માર્ગદર્શન માટેનો વિદ્યાર્થી સેમીનારનું આયોજન કરવામાં આવેલ.

સેમીનારમાં બહોળા પ્રમાણમાં વિદ્યાર્થીઓએ હાજરી આપેલ અને ધોરણ ૧૦ અને ૧૨ પછી શું કામ કરવું તેનું તજજ્ઞો દ્વારા માર્ગદર્શન આપવામાં આવેલ, જેમાં પ્રકાશભાઇ જોષી (વેરાવળ), ગીરીશભાઇ કારીયા (વેરાવળ), ડો. નરસીંહભાઇ સોલંકી, ડો. લાલજીભાઇ સોલંકી, ડો. કિશનભાઇ સોલંકી, જીતેશભાઇ સોલંકી (પ્રો. ફીસરીઝ કોલેજ), દિનેશભાઇ બામણીયા,(આઇ.ટી.આઇ, પ્રિન્સિપાલ-માંગરોળ), નરસિંહભાઇ બામણીયા (એડવોકેટ) સહીતના તજજ્ઞોએ હાજરી આપી અને વિદ્યાર્થીઓને દરેક ક્ષેત્રની માહીતી આપેલ હતી.

આ તકે વિદ્યાર્થીઓના વાલીઓ એ પણ બહોળા પ્રમાણમાં હાજરી આપેલ. આ વિદ્યાર્થી સેમીનારને સફળ બનાવવામાં શ્રી ભીડીયા સંયુકત કોળી સમાજના પટેલ આગેવાનો તથા એજયુકેશન કમીટીના પ્રમુખ અને સભ્યોએ જહેમત ઉઠાવી હતી.

(11:26 am IST)