Gujarati News

Gujarati News

News of Tuesday, 14th May 2019

સોમનાથ મહાદેવના સાનિધ્યમાં ભરતનાટયમ વર્કશોપ યોજાયો : રર બહેનો દ્વારા સફળતાપુર્વક તાલીમ પુર્ણ

પ્રભાસ-પાટણ તા.૧૪ : સોમનાથ ટ્રસ્ટના સહયોગથી સોમનાથ ખાતે ભરત નાટયમ ઇન્સ્ટીટયુટ શિવાંજલી એકેડમી દ્વારા ૪ દિવસીય નૃત્ય વર્કશોપ યોજાયો. રર જેટલા બહેનોએ આ તાલીમ મેળવી કલા જગતમાં નિપુણતા મેળવી હતી.

ગોલ્ડ મેડાલીસ્ટ અને શિવાંજલી ગ્રુપના મુખ્ય સંચાલક અને કલાકાર ચક્ષુબહેન શાહ કહે છે, નૃત્ય એ આરાધના છે તે મનોરંજન નથી. પરમાત્મા સુધી પહોચવા આપણે કાં તો ભકિત અથવા નૃત્ય પસંદ કરવુ પડે અને નૃત્ય સમર્પિત આપણે ભગવાન સાનિધ્ય અનુભૂતિ કરી શકીએ.

નૃત્ય, સાહિત્ય, ધર્મ અને યોગ આ બધા આપણા ભારતના સંસ્કૃતિ કાળના સુવર્ણ પાનાઓ છે. માટે તેને જેટલુ ફેલાવશો એટલુ તે વધશે અને કલા થકી ભારતની આવનારી પેઢી પણ ઉન્નતીના શિખર પર પહોચશે.

આજે જ મે સંકલ્પ કર્યો છે કે મારી અઢી વર્ષની પુત્રી વંશીને હું અત્યારથી જ આરંગત્રલ નૃત્ય શીખવાડીશ અને છ વર્ષની થશે ત્યારે તેનુ પ્રથમ નૃત્ય સોમનાથ દાદાના ચરણમાં પ્રસ્તુતી કરાવીશ.

સોમનાથ ખાતે ખુલ્લા રંગમંચ ઉપરથી ચક્ષુબહેને જણાવ્યુ કે, બી ફાર્મ અને ફાર્માસીસ્ટનો અભ્યાસ કરી વર્ષ ૨૦૦૫ થી અમદાવાદમાં શિવાંજલી ડાન્સ ઇન્સ્ટીટયુટ ચલાવી ૧૦૦૦ ઉગતા કલાકારોને નૃત્યની તાલીમથી તાલીમબધ્ધ કર્યા અને જણાવ્યું કે મારી કલાયાત્રામાં મારા મધરનું મોટુ યોગદાન છે અને લગ્ન થયા પછી મારા સાસુ અમિષા કલ્પેશ શાહે પણ મને પોતાની દિકરી ગણી હું જયારે કાર્યક્રમ રિહર્સલ કે કાર્યક્રમમાં વ્યસ્ત હોઉ ત્યારે મારી નાની દિકરીને સાચવી મારી કલાયાત્રામાં દિલથી સાથ પુરાવે છે. આમ મારા જનેતા માં મીના નિકુંજ શાહ અને લગ્ન બાદમાં અભિષાબેનના સહયોગથી જ હું કલા જગતમાં શ્રેષ્ઠતા પ્રાપ્ત કરી શકી છુ. તેમ હું આજે મધર ડેની પુર્વ રાત્રીએ આપને જણાવુ છુ.

સોમનાથ રંગમંચ ઉપર તેમણે સત્યમ..શિવમ..સુંદરમ... શિર્ષક કાર્યક્રમ અંગર્ગત શિવજીના વિવિધ નામો કેમ પડયા. તેની પૌરાણીક કથાઓની ગાથા નૃત્ય કલાકારો દ્વારા પ્રસ્તુત કરી. નૃત્ય અંગે તેમણે કહ્યુ રીયાઝ ખૂબ જરૂરી છે પોતે જયારે કાર્યક્રમ પ્રસ્તુત કરવાનો હોય ત્યારે દરરોજ બે મહિના અઉગાથી બે કલાક રીયાઝ કરે છે.નૃત્ય શ્રેષ્ઠતા માટે અંગત કૌશલ્યતા તો મુખ્ય છે જ ઉપરાંત મ્યુઝીક, લાઇટીંગ, કોસ્ચ્યુમ, કવોલીટી ડાન્સ, સ્ટેજ ડેકોરેશન, રંગમંચ કોરીયોગ્રાફી કનેકટ થતા જ કલા મહેકી ઉઠે છે. તેમણે જણાવ્યું કે નૃત્ય સૌથી વધુ બહેનો જ તાલીમ લે છે પણ નૃત્ય નટરાજનો અંશ છે માટે ભાઇઓએ પણ નૃત્ય કલામાં જોડાવુ જોઇએ.

(11:24 am IST)