Gujarati News

Gujarati News

News of Tuesday, 14th May 2019

મીઠાપુર સુરજકરાડીમાં પક્ષીઓના માળા અને કુંડાઓનું વિતરણ

મીઠાપુરઃ ઓખામંડળ તાલુકાના મીઠાપુર અને સુરજકરાડીમાં છેલ્લા બે ત્રણ વર્ષથી નહીંવત વરસાદ પડતો હોય તેમાય આ વખતે ઉનાળાની શરૂઆતમાં જ સખત તાપ અને ઉકળાટને કારણે મૂંગા અને અબોલ જીવો માટે પીવાના પાણી ઉપરાંત તેમના ખોરાક માટે ખુબજ કટોકટીની સ્થિતિ સર્જાઇ ગઇ હોય ગત તારીખ ૧૨/૫/૨૦૧૯ને રવિવારના રોજ અહી કાર્યરત બને ગૌશાળા જેવી કે બાલમુકુન્દ પાંજરાપોળ અને માધવ પાંજરાપોળ દ્વારા આ મૂંગા પક્ષીઓ માટે તેમના રહેવા માટે માળાઓ અને પીવાના પાણી માટેના કુંડાઓનું નિશુલ્ક વિતરણ કરવામાં આવ્યું હતું. આશરે બને ગૌશાળાઓ દ્વારા ૬૦૦થી ૬૨૫ જેટલા માળાઓ અને કુંડાઓનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ વિતરણમાં સ્થાનિક ગૌશાળાના સહયોગ ઉપરાંત દ્વારકા ખાતે આવેલા શિવગંગા ચેરીટેબલ ટ્રસ્ટ તથા ભાભરમાં આવેલા ટ્રસ્ટ દ્વારા સહયોગ પ્રાપ્ત થયો હતો. આ વિતરણમાં સ્થાનિક અગ્રણીઓ સહર્ષ જોડાયા હતા અને આ ઉમદા કાર્યને વધાવી લીધુ હતું.(તસ્વીરઃ અહેવાલઃ દિવ્યેજ જટણીયા મીઠાપુર)

(11:23 am IST)