Gujarati News

Gujarati News

News of Tuesday, 14th May 2019

જસદણના સામાજિક અગ્રણી અશોકભાઇ મહેતાનું ગારડી એવોર્ડ દ્વારા સન્માન

જસદણ : સમર્પણ ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત દીકરાનું ઘર વૃદ્ઘાશ્રમ ઢોલરા રાજકોટ ખાતે તાજેતરમાં વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્રભાઈ ત્રિવેદીના અધ્યક્ષ સ્થાને ગારડી એવોર્ડ અર્પણ કરવાનો કાર્યક્રમ યોજાયો હતો. જેનું ઉધ્ઘાટન સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ના કુલપતિ ડો. નીતિનભાઈ પેથાણી એ કર્યુ હતું. અતિથિ વિશેષ પદે મ્યુનિસિપલ ફાઇનાન્સ બોર્ડના ચેરમેન ધનસુખભાઈ ભંડેરી, વરમોરા ગ્રુપના ઉદ્યોગપતિ રમણભાઈ વરમોરા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. આ સમારોહમાં છેલ્લા ત્રણ દાયકા કરતા વધુ સમયથી જસદણ પંથકમાં સેવાકીય પ્રવૃત્ત્િ। કરતા શિવાનંદ હોસ્પિટલ વીરનગર, કન્યા વિનય મંદિર, હરીબાપા કોલેજ, વેણીલાલ કલ્યાણી સ્કૂલ, પાંજરાપોળ સહિતની સંસ્થાઓના ટ્રસ્ટી તેમજ જસદણ ચેમ્બર ઓફ કોમર્સ, વૈષ્ણવ હવેલી, ગાયત્રી મંદિર સહિતની અનેકવિધ સંસ્થાઓ સાથે સંકળાયેલા આજીવન સેવાના ભેખધારી અશોકભાઈ મહેતાને ગારડી એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો. અશોકભાઈ મહેતાને સન્માનપત્ર, શિલ્ડ, શાલ, પુષ્પમાલા, સાકરનો પડો વગેરે અર્પણ કરવામાં આવ્યું હતું. આઙ્ગસમારોહમાં અશોકભાઈ મહેતા ઉપરાંત પૂજય ભારતીદીદી, ઉદ્યોગપતિ વલ્લભભાઈ સતાણી, સહકારી અગ્રણી કૌશિકભાઇ શુકલ, પંચનાથ મહાદેવ ટ્રસ્ટના પ્રમુખ દેવાંગભાઈ માકડ, જીવદયાપ્રેમી વિષ્ણુભાઈ ભરાડ, તેમજ બહેરામૂંગા શાળા ને પણ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો. સંસ્થાના ટ્રસ્ટી મુકેશભાઈ દોશીએ ગારડી એવોર્ડ અંગેની તેમજ સંસ્થા અંગેની વિગતો જણાવી હતી. વિધાનસભા ના અધ્યક્ષ રાજેન્દ્રભાઈ ત્રિવેદીએ આ એવોર્ડ કોઈ સામાન્ય એવોર્ડ નહીં પરંતુ રાષ્ટ્રીય કક્ષાનો એવોર્ડ ગણાવ્યો હતો અને સેવાના ભેખધારીઓનું એવોર્ડ આપી સન્માન કરવાની સમર્પણ ચેરીટેબલ ટ્રસ્ટની કામગીરીને બિરદાવી હતી. આ સમારોહમાં જસદણ ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ અશોકભાઈ ધાધલ, ઉપપ્રમુખ ચંદ્રકાંતભાઈ ભટ્ટ, અગ્રણીઓ ભરતભાઈ ધારૈયા, ભરતભાઈ જનાણી, કમલેશભાઈ ચોલેરા, નીતીનભાઇ ભાડલીયા, દિલીપભાઈ કલ્યાણી, ભરતભાઈ અંબાણી, નિલેશભાઈ રાઠોડ, પંકજભાઈ ચાંવ, ચેતનભાઈ પંચોલીઙ્ગ સહિતના જસદણના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું સંચાલન સંસ્થાના ટ્રસ્ટી મુકેશભાઈ દોશીએ કર્યું હતું. સંસ્થાના ટ્રસ્ટીઓ અનુપમ ભાઈ દોશી, કિરીટભાઈ પટેલ, ઉપેન ભાઈ મોદી, પ્રતાપભાઈ પટેલ, ધીરુભાઈ રોકડ, કિરીટભાઈ આદ્રોજા, નલીનભાઈ તન્ના, હરેશભાઈ પરસાણા, સુનિલભાઈ વોરા, મૌલેશભાઇ ઉકાણી, નિદાતભાઈ બારોટ, શિવલાલભાઈ આદ્રોજા સહિતની ટીમ ઉપસ્થિત રહી હતી. અશ્વિનભાઈ પટેલ બીમલભાઈ કલ્યાણી, કિશોરભાઈ ભાડલીયા વગેરે પણ ઉપસ્થિત રહ્યા હતા. (તસ્વીર - અહેવાલ : ધર્મેશ કલ્યાણી, જસદણ)

(11:23 am IST)