Gujarati News

Gujarati News

News of Tuesday, 14th May 2019

ઓખામા સ્વ. ચંદ્રસિંહ પબુભા માણેકની સ્મૃતિમાં ઓપન સૌરાષ્ટ્ર રાત્રી પ્રકાશ ક્રિકેટ ટુર્નામેન્ટ

મીઠાપુરઃ દેવભૂમિ દ્વારકા જીલ્લાના છેલ્લા ગામ ઓખા ખાતે આવેલા ક્રિકેટ ગ્રાઉન્ડમાં પબુભા વિરમભા માણેકના સ્વ.પુત્ર ચંદ્રસિંહ પબુભા માણેકની યાદમાં ઓખામંડળ યુવા રણછોડ સેનાના પ્રમુખ અને પબુભાના પુત્ર શ્રી નીલેશભા પબુભા માણેક દ્વારા એક ઓપન સૌરાષ્ટ્ર રાત્રી પ્રકાશ ક્રિકેટ ટુર્નામેન્ટનું શાનદાર આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં અતિથી વિશેષ તરીકે એમ કે શર્મા કોસ્ટગાર્ડ ઓખા વતી અપૂર્વ ભટ્ટ કમાંડિંગ ઓફીસર ઉપરાંત શ્રી પબુભા માણેક, મનસુખભાઇ બારાઇ, મોહનભાઇ બારાઇ,  શ્રી ખેરાજભા કેર, ઓખા મરીન પી એસ આઇ શ્રી રોહડિયા ઓખા નગરપાલિકાના પ્રમુખ ચેતનભા માણેક, પાલિકા પ્રમુખ જીતેશભા માણેક, દ્વારકા તાલુકા પંચાયત પ્રમુખ લુણાભા, વરજાંગભા, મીઠાપુર પી એસ આઇ ચન્દ્રકાલાબા બી જાડેજા ઉપરાંત અન્ય આગેવાનો સહર્ષ જોડાયા હતા. અતિથીનો સન્માન બાદ સૌ પ્રથમ રાષ્ટ્ર ગીત ગવાયા બાદ શ્રી પબુભા વિરમભા માણેક દ્વારા ટોચ ઉછાળી અને આ ક્રિકેટની શરૂઆત કરાઇ હતી. આ તકે શ્રી પબુભાએ પોતાના સ્વ. પુત્ર ચંદ્રસિંહને યાદ કરી શ્રદ્ધાંજલી અર્પણ કરી હતી.(તસ્વીર-અહેવાલઃ દિવ્યેશ જટણીયા મીઠાપુર)

(11:22 am IST)