Gujarati News

Gujarati News

News of Tuesday, 14th May 2019

કુલુ-મનાલી ફરવા ગયા ત્યારે હાર્ટ એટેક આવતાં સિહોર-ઢસાના વેપારી વિજય કટારિયાની વિદાય

દામનગરતા. ૧૪ :.. સિહોરના ઘાંઘળી અને નેસડા વચ્ચે સિમેન્ટ અને પાઇપની ફેકટરી ધરાવતા બિઝનેસમેન વિજયભાઇ કટારીયાનું હાર્ટ એટેકના કારણે અવસાન થયું છે.

વિગતો અનુસાર વિજયભાઇ વલ્લભભાઇ કટારીયા વેકેશન હોવાને કારણે કુલુ-મનાલી ફરવા ગયા હતાં. અચાનક આજે વહેલીસવારે તેમને તીવ્ર હાર્ટ એટેક આવતાં  તેમનું અવસાન થયું હતું. ઉલ્લેખનીય છે કે વિજયભાઇ વ્યાપારી વર્તુળોમાં લોકપ્રિય હસ્તી હતાં. તેમની અચાનક વિદાયથી વેપારી આલમમાં ઘેરા શોકની લાગણી વ્યાત છે.

વિજયભાઇ ઢસાના કોંગી અગ્રણી હિમતભાઇ કટારીયાના પરિવારના નજીકના સંબંધી છે. વિજયભાઇના પાર્થિવ દેહને પ્લેન દ્વારા અમદાવાદ લાવવામાં આવશે અને ત્યારબાદ તેમની અંતિમ વિધી બપોર આસપાસ ઢસા મુકામે થશે.

(11:20 am IST)