Gujarati News

Gujarati News

News of Tuesday, 14th May 2019

વાંકાનેરના પીપળીયારાજના ખેડુતે ટપક પધ્ધતીથી હળદરનો મબલખ પાક મેળવ્યો

વાંકાનેર તા. ૧૪ : તાલકાના પીપળીયારાજ ગામના ખેડુત પરિવારે પણ ઓછી જગ્યામાં હળદળ અને વચ્ચે કાળી જીરીનુ વાવેતર કરી મબલખ પાક મેળવી ખરા અર્થમાં પ્રગતિશીલ ખેડુત બની પ્રેરણા રૂપ કાર્યકરી રહ્યા છે.

ગત વર્ષ ચોમાસામાં અપુરતા વરસાદને લઇ ઘણા ખેડુતો ચીંતીત હતા જયારે ઘણા ખેડુતોને મચ્છુ-૧ ડેમની કેનાલનો પાણીનો લાભ મળેલ આ બધી પધ્ધતી વચ્ચે ખેડુતોએ ઓછા પાણીનો વપરાશ વચ્ચે જુદા જુદા ઉત્પાદનોના વાવેતરો કરવા માટે ટપક સીચાઇ પધ્ધતી અપનાવી છે.

પીપળીયરાજ ગામના ખેડુત અમીનભાઇ  આહમદભાઇ કડીવારએ પોતાની બે વીઘા જેટલી જમીનમાંં મસાલા સીઝન આવ તે પહેલા હળદનું વાવેતર કર્યું હતું.

આ વાવેતરને જરૂરી પાણી મળી રહે તે માટે ટપક સીંચાઇ ની લાઇન બીછાવી જરૂરી પાણી અપાતું સાથે સાથે હળદળના પાક વચ્ચેની જગ્યામાં કાળીજીરી પણ વાવી દીધી હતી મસાલા સીઝન આવી તે પહેલા જ અમીનભાઇના ખેતરમાં ૩પ૦ મળી હળદળનો ઉતારો સાથે પાંચ મણ જેટલી કાળીજીરીનો ઉતારો લેવામાં સફળતા મળતા આ ખેડુતમાં ખુશીની લાગણી સાથે તેની મહેનત રંગ લાવી હતી.

અને આ ઉત્પાદન થકી લાખોની કમાણી સાથે આસપાસના ખેડુતોને અને તાલુકાના ખેડુતોને લાભ લઇ શકાય તેવુ પ્રેરણારૂપ કાર્ય કર્યાનો સંતોષ વ્યકત કર્યોહતો. અમીનભાઇ કડીવારના ખેતીના વ્યવસાયમાં તેમનો પુત્ર મહંમદ અફઝલ પણ ખેતી ઉત્પાદનના કાર્યમાં સાથે રહી પોતાના જ્ઞાનનો ખેતીના વિકાસમાં ઉપયોગ કરે છ.ે મહંમદ અફઝલ કડીવાર પોતે યુવાન હોય અને ખેતી સાથે રાજકીય પક્ષ સાથે જોડાયેલો પણ હોય જેને લઇ અન્ય તાલુકામાં પ્રવાસ થતો હોય પોતાના ખેતરમાં આ આંતર પાક સાથે ૬૦૦ જેટલા મલેશીયન લીમડા વાવેલા છે. આ કાર્યની પ્રેરણાની જાણકારી માટે પુરછા કરતા તેમણે જણાવેલ કે ગોંડલ તરફના પ્રવાસ વેાળએ એક ખેડુતના ખેતરમાં હળદળના મબલખ પાકને જોઇ તે ખેડુતી મુલાકાત અને જાણકારી પ્રાપ્ત કરી પોતાના ખેતરમાં પણ હળદળનું વાવેતર કર્યું હતું.

આ ઉપરાંત ટંકારા વિસ્તારના એક ખેડુતના ખેતરમ)ં લીમડાના પુષ્કળ ઝાડ જોઇ તેની મુલાકાત લઇ લીમડાનુ વાવેતર અને તેનો ઉછેર તેમજ તેનાથી મળતો લાભ સહીતની વિગતો મેળવી મહંમદ અફઝલ કડીવારે પીતા અમીનભાઇ અને પરિવારને આ વાવેતરથી વાકેફ કરી રાજકોટથી લીમડાના ૬૦૦ રોપા લાવી ખેતરમં વાવી દીધેલ જે હાલમાં આ લીમડા ૧૮ થી ર૦ ફુટ ઉંચા જોવા મળી રહ્યા છે.

આ લીમડાની વચ્ચેના ભાગે તેઓ મગ, અળદ, સહીતના કઠોળ તેમજ અન્ય પાકના વાવેતરો કરી લાંબા ગાળે મોટો લાભ લઇ શકાય તેનુ આયોજન વર્તમાન સમયમાંજ વીચારીને આવનારા પાંચ વર્ષમં ખુબ સારો લાભ તેઓ લઇ શકે તેવી આશા વ્યકત કરી હતી.

(11:19 am IST)