Gujarati News

Gujarati News

News of Tuesday, 14th May 2019

ગુજરાત ઉપરાંત હરિયાણા, પંજાબ, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ પછી સૌરાષ્ટ્રમાં સૌપ્રથમ

વીરપુર : ચરખડીના પ્રગતિશીલ ખેડૂત ચંદુભાઇએ ફાલસાની ખેતી કરી મબલખ કમાણી કરી

ફાલસા ફળનું સેવન ગરમીમાં રાહત આપે છે, લૂ ન લાગવા ઉપરાંત હાઇ-લો બીપીમાં રાહત આપે છે : ફાલસાની ખેતીમાં ખાતરની જરૂર નથી પડતી કે રોગ નથી લાગુ પડતો : ચંદુભાઇ ફાલસાના જ્યુસની બોટલ તૈયાર કરી જાતે માર્કેટીંગ કરી મબલખ આવક રળે છે

વીરપુર તા. ૧૪ : વીરપુર પાસેના ચરખડી ગામના એક પ્રગતિશીલ ખેડૂત ચંદુભાઈ સગપરિયાએ પોતાના ખેતરમાં ગરમીમાં રાહત આપતા ફાલસા ફળની ઉમદા ખેતી કરી જાતે જ તેનું મૂલ્યાંકન કરી મોટી કમાણી કરીને ખેતીમાં એક પ્રગતિશીલ ખેડૂત તરીકેનું અનોખું ઉદાહરણ પૂરૃં પાડ્યું છે.

માત્ર આઠ ચોપડી ભણેલા આ પ્રગતિશીલ ખેડૂત ચંદુભાઈએ જણાવેલ કે પોતે પોતાના ખેતરમાં બે વર્ષ થયા આ ફાલસાની ખેતી કરે છે આ ત્રીજુ વર્ષ છે,ઙ્ગ ફાલસાએ એક જંગલી જાત છે ગુજરાત ઉપરાંત હરિયાણા, પંજાબ, મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશમાં પણ ફાલસાની ખેતી કરવામાં આવે છે પણ સૌરાષ્ટ્રમાં લગભગ તે પહેલાં ખેડૂત છે જેમને ફાલસાની ખેતી કરી છે, ચંદુભાઈ સગપરિયાએ પોતાના પંદર વિઘા જેટલી જમીનમાં ફાલસાનું વાવેતર કરેલ છે કુલ પંદર વિઘામાં બેહાર અને બે છોડ વચ્ચે ઓરસ-ચોરસ ૧૬ બાય ૧૬ ફૂટના અંતરે કુલ ૮૦૦ નાના ઝાડ ઉભા છે જે અત્યારે ત્રણ વર્ષ છોડ થઈ ગયા છે,ફાલસાના ૮૦૦ જેટલા રોપાનું વાવેતર કરી તેમાં દર વર્ષે ૨૫ ડિસેમ્બર બાદ કટિંગ કે છાંટણી જમીનથી ૨ ફૂટ ઉંચેથી કરવાની અને ત્યારે જ પાયાનું ખાતર થડ દીઠ ૩૦ થી ૪૦ કિલો છાણીયું ખાતર ત્યારબાદ ૨/૨ કિલો માઈક્રોન્યુટલ આપવાનું પેલો તબક્કે કટિંગ કર્યા બાદ ડ્રિપ થી ૧૦ દિવસે ૩ કલાક ત્યારબાદ ૫/૫ દિવસે ૨ કલાક અને ફ્રુટ લાગે ત્યારે ડેયલી ૧ કલાક અને પાક પડે ત્યારે ૨/૨ દિવસે એક કલાક ડ્રિપ થી પિયત આપવાનું હોય છે.

ફાલસાના પાકમાં ડાળી ફૂટતી જાય અને ફાલ લાગતો જાય જાન્યુઆરી-ફેબ્રુઆરી મહિનાથી ફાલ લાગવા માંડે છે અને એપ્રિલ મહિનામાં પાક તૈયાર થવા લાગે છે,ફાલસાના પાકમાં માઈક્રોન્યુટલ અને જીબ્રા ઉપરથી ફ્રુટનું બંધારણ થઈ ગયા બાદ છટકાવ કરવાનો રહે છે. ફેબ્રુઆરી મહિનામાં મગ જેવડા લીલા ફાલસા થઈ જાય છે પછી તેને કોઈ ખાતરની જરૂર પડતી નથી,વધુમાં ચંદુભાઈએ જણાવ્યું હતું ફાલસાના પાકમાં કોઈપણ જાતનો રોગ આવતો નથી એટલે કોઈ છટકાવ કરતા નથી.

ફાલસાનું ઉત્પાદન માર્ચ - એપ્રિલમાં શરૂ થઈ જાય છે જે ચણીયા બોર જેવા લાગે છે,ફાલસા ફ્રુટ પાકયા બાદ કાળુ પડે એટલે તેનોઙ્ગ ટેસ્ટ ઉત્ત્।મ ગુણવાળો મિઠો મધુરો લાગે છે અત્યારે પણ ઉત્પાદન ચાલુ છે અને એક થડ દીઠ અંદાજે ૫-૧૦ કિલો જેટલું ઉત્પાદન થવાની ધારણા છે કુલ પંદર વિઘમાં ૮૦૦ ઝાડ માંથી અંદાજે ૫ કિલો હિસાબે લગભગ ૪૦૦૦ કિલોનું ઉત્પાદન થવાની ધારણા છે.

ફાલસાની ખેતી કરવાનું કારણ તેમણે જણાવેલ કે ફાલસાની ખેતી કરવાથી અનેક ફાયદાઓ છે એકતો બાગાયતી ખેતી લાંબી મુદત અને ઉનાળાની સિઝનમાં ગરમીમાં ઠંડક આપતું ઔષધીય ફ્રુટ હોય તો તે ફાલસા છે,ફાલસા એ કાળા ઉનાળે થતો પાક છે જે એક આયુર્વેદિક ફ્રુટ છે,ફાલસા ફ્રુટમાં કેરોટીન,મેગ્નેશિયમ, કેલ્શિયમ જેવા વિટામીન વિપુલમાત્રામાં કુદરતે ઠાસોઠાસ ભરેલા છે જે માનવ શરીરમાં થતા અનેક પ્રકારના રોગોમાં રોગનાશક અને શરીરમાં અનેક પ્રકારની તેજા ગરમીમાં ખૂબ જ ઉપયોગી છે.

ઉનાળામાં ફાલસા ફ્રુટનું સેવન કરવાથી કે સરબત પીવાથી હાઈ બીપી-લો બીપી માં રાહત મળે છે તેમજ ઉનાળામાં ધોમધખતા તાપમાં લુ ન લાગવી એવા અનેક પ્રકારના ફાયદાઓ થાય છે ,આમ ફાલસા અનેક આયુર્વેદિક ગુણધર્મો ધરાવે છે, નાનાએવા ચરખડી ગામના આ પ્રગતિશીલ ખેડૂત ચંદુભાઈએ ફાલસાની ખેતી કરી પોતેજ ફાલસાનું મૂલ્યાંકન કરી ફાલસા પલ્પ (ક્રશ) કરીને ફાલસા જયુસની બોટલીંગ કરી માર્કેટમાં વેચી સારી એવી કમાણી કરી રહ્યા છે તો બીજો ફાયદો જોઈએ તો બજારમાં ફાલસા ફ્રુટના એક કિલોના ૧૦૦ થી ૨૦૦ રૂપિયા લેખે સારી આવક કરી કમાણી કરી રહ્યા છે,વધુમાં ચંદુભાઈ સગપરિયાએ જણાવ્યુ હતું કે સૌરાષ્ટ્રના ખેડૂતોએ ખેતીમાં આવા અવનવા નવતર પ્રયોગો કરી જાતે તેનું માર્કેટિંગ કરી વધુ કમાણી કરી સારી આવક મેળવી શકાય તેવા પ્રયાસો કરવા જોઈએ.

(9:40 am IST)