Gujarati News

Gujarati News

News of Monday, 14th May 2018

જમીન વિવાદનો અંત ન આવતા મહુવાના મોટા આસરાણામાં અેક સાથે ૧પ લોકો દ્વારા આત્મવિલોપનનો પ્રયાસ

ભાવનગરઃ છેલ્લા ઘણા સમયથી જમીન મુદ્દે વારંવાર રજૂઆતો કરવા છતાં પણ આ પ્રશ્નનું નિરાકરણ ન આવતા ભાવનગર જિલ્લાના મહુવામાં ખેડૂત પરિવારના ૧પ સભ્‍યોઅે આત્મવિલોપનનો પ્રયાસ કરતા સનસનાટી મચી ગઇ છે.

મહુવાના મોટા આસરણા ગામના ખેડૂત પરિવારની જમીનનો વિવાદ છેલ્લા ઘણા સમયથી ચાલતો હતો. અનેક વખત તંત્રને રજૂઆત કરવા છતાં જમીન વિવાદનો અંત આવતો ન હતો. જેથી રોષે ભરાયેલા ખેડૂત પરિવારે આત્મવિલોપનનો પ્રયાસ કર્યો હતો. જો કે પોલીસે સમય સુચકતા વાપરી તમામની અટકાયત કરી હતી. સમગ્ર ઘટનાની જાણ મામલતદારને થતાં મામલતદાર સહિત પોલીસ અધિકારીઓ ઘટનાસ્થળ પર દોડી આવ્યા હતા. અને સમગ્ર પરિસ્થિતિને કાબૂમાં લીધી હતી.

'જમીન વિવાદ મામલે મે 3 દાવા કર્યા હતા. ત્રણેય દાવા અલગ અલગ કોર્ટમાં કર્યા હતા. દોઢ વિઘાનો, 5 વિધાનો અને સાડા 5 વિઘાનો એમ ત્રણ અલગ અલગ દાવા કોર્ટમાં કર્યા હતા. 12 વિધાના ત્રણ ટુકડા કર્યા હતા. તમામ સાક્ષી પુરાવા અને દસ્તાવેજ રજૂ કર્યા છે. આમ છતાં જમીન વિવાદનો અંત ન આપતા મારા પરિવારના તમામ લોકો અહિં આત્મવિલોપન કરવા માટે આવ્યા છીએ.'

(6:34 pm IST)