Gujarati News

Gujarati News

News of Monday, 14th May 2018

ઘોઘા પથકમાં ઘર્ષણ પ્રકરણમાં ૩૩૮ ની અટકાયતઃ ૩૫ થી વધુની તબીયત લથડી

ભાવનગર તા ૧૪ : ભાવનગર જીલ્લાના જમીન સંપાદન પ્રશ્ને બનેલા પોલીસ અનેખેડુતો વચ્ચેના ઘર્ષણ બાદ પોલીસે ૫૦૦ લોકોની ધરપકડ કરી હતી જેમાંણ્થી બાળકો અને વૃધ્ધોને છોડી દઇ ૩૩૮ ની અટકાયત કરી છે. દરમ્યાન અટકાયત કરેલા ખેડુતો પૈકી ૩૫ થી વધુને ઝાડા ઉલટી, માથાનો દુઃખાવો, ઉબકા આવવા વિગેરેની અસર થતાં તેઓને સારવાર આપવામાં આવી છે.

ઘોઘા તાલુકાના  બાડી-પડવા સહીતના ૧૨ ગામોના ખેડુતોએ ગઇકાલે રેલી યોજી જમીન સંપાદન નો વિરોધ કરેલ ત્યારે પોલીસ સાથે ઘર્ષણ થતા પોલીસે લાઠી ચાર્જ કરી ૬૦ થી વધુ ટોપરગેસના સેલ છોડયા હતા. સતત પથ્થરમારો પણ થયો હતો.

દરમ્યાન પોલીસે ૫૦૦ જેટલા ખેડુતોની ધરપકડ કરી હતી અને ભાવનગર ડી.એસ.ેપી કચેરીએ લાવવામાં આવેલ દરમ્યાન ૫૦૦ માંથી બાળકો અને ર્વૃધ્ધોને છોડી મુકયા હતા અને ૩૩૮ ની અટકાયત કરી હતી. દરમ્યાન અટકાયત કરાયેલા ખેડુતો પૈકી ૩૫ થી વધુને ઝાડા-ઉલટીપ માથાનો દુઃખાવો થતા તેઓને સારવાર આપમવામાં આવી હતી. (૩.૧૭)

(3:53 pm IST)