Gujarati News

Gujarati News

News of Monday, 14th May 2018

ઘોઘાવદર મુકામે સંત દાસીજીવણ ટ્રસ્ટ દ્વારા ર૪મીએ સમુહ લગ્નોત્સવઃ બાવન કન્યા પ્રભુતામાં પગલા પાડશે

રાજકોટ તા.૧૪: રાજકોટ જિલ્લાના તિર્થધામ ઘોઘાવદર ખાતે સંત શિરોમણી દાસી જીવણસાહેબની જગ્યા ગૌશાળા ટ્રસ્ટ આયોજીત સમસ્ત મેઘવાળ સમાજની બાવન કન્યાઓ વાજતે ગાજતે ધામધૂમથી તા.ર૪ ગુરૂવારે લગ્ન ગ્રંથીથી જોડાશે.

આ લગ્નોત્સવમાં લોકમેળા ફેઇમ કલાકાર, ટીવી રેડિયો, લોક સાહિત્યકાર તુલસીદાસ ગોંડલીયા ૯૯૭૯૪ ૬૯પ૯૯ પોતાની વિવિધ શૈલી દ્વારા કલાના કામણ પાથરશે તથા નવદંપતિને સુખી દાંપત્ય માટે રાહ ચિંધી શુભકામનાઓ પાઠવશે.

આ સમુહ લગ્નોત્સવમાં સાધુ-સંતો, મહંતો, અગ્રણીઓ, દાતાઓ, પદાધિકારીઓ પધારી શોભાયામાં અભિવૃધ્ધિ કરશે. તા.ર૩મી રાત્રિએ દાસીજીવણ જગ્યા ખાતે સંતવાણીનો કાર્યક્રમ યોજાશે.

આ પ્રસંગને સફળ બનાવવા ટ્રસ્ટના પ્રમુખ જયંતીભાઇ પી. પરમાર (વાળાધરી) વાળા તથા સમિતિના મેમ્બરો જીવણસાહેબના ભકતો આ પ્રસંગને ચાર ચાંદ લગાવશે. આ શુભ પ્રસંગે પધારવા મહંત શામળદાસબાપુ (૯૯૦૯૬ ર૪૯૩પ) તથા માતા શ્રી શારદામણી, ત્રિલોકબાપુએ અનુરોધ કર્યો છે.

આ અવસરે દાસીજીવણ ગૌ શાળા ટ્રસ્ટ દ્વારા સંત સીરોમણી દાસીજીવણ એવોર્ડથી ગોંડલીયાને નવાજવામાં આવશે. આ પ્રસંગને દીપાવવા આયોજકો તડામાર તૈયારી કરી રહેલ છે. (૧૧.પ)

(12:22 pm IST)