Gujarati News

Gujarati News

News of Monday, 14th May 2018

પાક જેલમાં બંધ ઉના પાલડીના માછીમારને કેન્સરઃ વહેલીતકે છોડાવવા પરિવારજનોની માગણી

ઉના તા. ૧૪ :.. પાલડી ગામનાં માછીમાર યુવાનને પાકિસ્તાનની જેલમાં કેન્સર રોગથી પીડાતા યુવાનને વહેલી તકે છોડાવા પરિવારની માંગણી કરી છે.

ઉના તાલુકાનાં પાલડી ગામે રહેતા દાનાભાઇ અરજણભાઇ ચૌહાણ (ઉ.૪૦) વાળાને દોઢ વરસ પહેલા જખોબંદર આગળ પાકિસ્તાન મરીન સીકયુરીટી  વાળા બોટ - ખલાસી સાથે અપહરણ કરી લઇ ગયા હતા અને દોઢ વરસથી જેલમાં સબડે છે. થોડા દિવસ પહેલા દાનાભાઇએ પાલડી ગામે રહેતા તેના ભત્રીજાને ફોન કરી જાણ કરી હતી કે તે બીમાર રહેતા હોય દવાખાને પાકિસ્તાન બતાવતા કેન્સર હોવાનું નિદાન થયુ હતું અને અહીં સારવાર આપતા નથી કામ ખૂબ કરાવે છે. અને રોગ વધતો જતો હોય વહેલી તકે જેલમાંથી છોડાવી ભારત બોલાવે તેવા પ્રયત્ન કરવા કહેલ અને ગામના સરપંચે પણ જીલ્લાનાં સાંદ રાજેશભાઇ ચુડાસમાને આ બાબતે રજૂઆત કરશે અને ભારત સરકાર વહેલી તકે પાકિસ્તાનમાંથી છોડાવી ભારત લાવી સારવાર અપાવે તેવી માંગણી કરશે.

હાલ દાનાભાઇનાં પરિવારમાં પત્ની રૂડીબેન ઉ.વ.૩પ, દિકરી અરૂણા ઉ.૧ર, કમલેશ ઉ.૧૦ પુજાબેન ઉ.૭, ધ્રુવીલ ઉ.૩, ચેતનાબેન કુલ ૬ લોકોનો પરિવારમાં રૂડીબેન મજૂરી કામ કરી બાળકોનું ભરણ પોષણ કરી રહ્યા છે.  (પ-પ)

(12:20 pm IST)