Gujarati News

Gujarati News

News of Monday, 14th May 2018

ઓછા ખર્ચે વધુ ઉત્પાદન માટે ગ્રીન હાઉસ. નેટ હાઉસ અપનાવો : ડી.આર. પાઠક

જુનાગઢ કુષિ યુનિવસિંટીમા તાલીમ શિબીર યોજાઇ

તા.૧૪: જુનગઢ કૃષિ યુનિવર્સીટી ખાતે ગ્રીન હાઉસ / નેટ હાઉસ બનાવવા માંગતા માટેનો આ તાલીમ જૂનાગઢ કૃષિ યુનિવર્સીટી જૂનાગઢનાં કુલપતિશ્રી ડો. એ.આર. પાઠકના માર્ગદર્શન હેઠળ આ તાલીમનાં  ઉદદ્યાટક વિસ્તરણ શિક્ષણ નિયામકશ્રી ડો પારખીયાએ જણાવ્યુ હતુ કે ધાન્યપાકો, કઠોળ પાકો, રોકડીયા પાકો, તેલીબિયાના પાકો, મરીમસાલાના પાકો વગેરેની સાથે શાકભાજી અને ફળ પાકોની ખેતીનું પ્રમાણ વધ્યું છે. તે સાથે આ પાકો ગુણવતાસભર બને તે માટે વૈજ્ઞાનિકો રક્ષિત ખેતીની ભેટ ધરી. તેને કરને આજે નેટ હાઉસ અને ગ્રીન હાઉસમાં થતી ખેતીનું પ્રમાણ વધ્યું છે. એટલું જ નહી અગાઉની સરખામણીમાં ઓંછા ખર્ચે વધુ ઉત્પાદન આપતા વિવિધ પાકો ગ્રીન હાઉસ અને નેટ હાઉસમાં થાય છે ગ્રીન હાઉસ એ કાચ અથવા પ્લાષ્ટીક થી બનાવેલુ એક દ્યર જેવું માળખું હોય છે જેમાં ઇચ્છિત પાકને અનુકૂળ હવા, તાપમાન, પાણી, પાણીમાંનો ભેજ, છોડવાંઓને પોષક તત્ત્વો, પ્રકાશ વિગેરે નિયંત્રિત કરીને એટલે કે નિયંત્રીત તાપમાનં અનેં વાતાવરણ માં ખેતી કરીને મહતમ માત્રામાંઙ્ગ ઉત્પાદન મેળવી શકાય છે. આમાં મશરૂમનીખેતી, વિવિધ ફુલોનીં ખેતી, શાકભાજીની ખેતી, ઔષધી પાકોની ખેતી વગેરેવગેરે આવી શકે છે.  લો કોસ્ટઙ્ગગ્રીન હાઉસનો ઉપયોગ કરી હાલની પયાઙ્ખવરણીય સમસ્યાઓ(વધુ ઠંડી,વધુ તાપ કે વધુ  વરસાદ)થી બચવા નાના ખેડૂતો ગુણવત્ત્।ા સભર પાકો મેળવવા માટે ગ્રીનહાઉસનો ઉપયોગ કરે તો બેથી અઢી ગણું ઉત્પાદન મેળવી શકે છે.

ગ્રીનહાઉસ એટલે કે પ્લાસ્ટિક, પોલીથીલીન કે કાચના પારદર્શક આવરણથી ઢાકેલું ફ્રેમ સાથેનું ચોકકસ પ્રકારનું  માળખુ કે જેમાં જે તે પાકની જરૂરિયાત મુજબ અંદરના વાતાવરણમાં ફેરફાર કરી શકાય છે. તેનો મુખ્ય  ફાયદો એ છે કે ઓછા વિસ્તારમાંથી બારેમાસ વધુ પ્રમાણમાં ગુણવત્ત્।ા સભર ઉત્પાદન મેળવી શકાય  છે. હાલના સંજોગોમાં ફુડ સીકયોરીટીને ધ્યાનેલેતા વધતી જતી વસ્તીને ખોરાક પુરો પાડવા માટે એકમ વિસ્તાર દીઠ વધુ ઉત્પાદન આપતી આ ટેકનોલોજી ખરેખર આપણા માટે આર્શિવાદ રુપ સાબીત થશે. ગ્રીન હાઉસના મુખ્ય ફાયદાઓમાં એક તો એકમ વિસ્તાર દીઠ વધુ ઉત્પાદન મળે છે, બીજુ કોઈ પણ પાક બારે માસ લઈ શકાય છે. સમયની બચત થાય છે અને ઉત્પાદનની ગુણવતા સારી રહે છે.

આ પ્રસંગે ડો.પી.આર. કાનણીએ જણાવ્યુકે હાલના તબકકે  ગુજરાતમાં પણ શાકભાજીની ખેતી માટે ગ્રીનહાઉસને ખૂબ જ મહત્વનું  અંગ ગણવામાં  આવે છે. આપણા રાજયમાં ઉનાળામાં ઊંચુ તાપમાન, અચોકકસ વરસાદ, વધુ પડતો તીવ્ર  સૂર્યપ્રકાશ તેમજ હવામાનના  ભેજના ટકામાં વધધટ વગેરે વાતાવરણીય પરિબળોથી શાકભાજીના પાક ઉત્પાદન પર માઠી અસરો જોવા મળે છે. આવી વિષમ પરિસ્થિતિમાં ગ્રીનહાઉસ ધ્બારા  અંદરના  વાતાવરણના પરિબળને નિયંત્રણમાં રાખી સારી ગુણવત્ત્।ાવાળા રોગ જીવાત મુકત શાકભાજી મેળવી શકાય છે. ઉપરાંત નાયબ બાગાયત નિયામક શ્રી ડી એસ.ગઢિયાએ પણ ઉદબોધન કરેલ આ કાર્યક્રમને સફળ બનાવવા શ્રી કરમુર, શ્રી ગોંડલિયા, વગેરેએ જહેમત ઉઠાવી હતી.(૨૨.૩)

(12:12 pm IST)