Gujarati News

Gujarati News

News of Monday, 14th May 2018

મોટી પાનેલી ગામે મંડપ ઉતારતા અકસ્માતના ૪ મૃતકોને સહાયની માંગ

ઉપલેટા તા.૧૪: મોટી પાનેલી ગામે ત્રણ દિવસ થયા રામદેવપીરના મંડપના આયોજન સાથે લોકમેળાનું આયોજન કરવામાં આવેલ હતું. છેલ્લા દિવસે સવારના ૯-૦૦ વાગ્યે મંડપ ઉતારવાની વિધિ ચાલી રહી હતી. ત્યારે અકસ્માતે મંડપની દોરી તુટવાથી ઉભા કરાયેલા સ્તંભ અને રામદેવપીરનો મેળો માણતા લોકો ઉપર જઇ પડેલ હતો.

આ સ્તંભ પડતા મુળ ખાખીજાળીયાની દિકરી અને જુનાગઢ સાસરે રહેલી રૂપલબેન ભરતભાઇ ભરડોયા (ઉ.વ.૨૭) તથા તેમનો પુત્ર રોનક ભરતભાઇ ભરડોયા ઉ.વ. ૫નું ઘટના સ્થળ ઉપર મોત થયેલ હતું.

આ બનાવમાં મોતને ભેટેલ ચાર વ્યકિતને મુખ્યમંત્રીના રાહત ફંડમાંથી એક એક મૃતકને ચાર ચાર લાખની આર્થિક સહાય આપવા માટે ઉપલેટાના ધારાસભ્ય લલીતભાઇ વસોયાએ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીને એક પત્ર લખીને તાત્કાલીક રાહત આપવા માંગણી કરેલ હતી.

(12:08 pm IST)