Gujarati News

Gujarati News

News of Monday, 14th May 2018

આકાશમાંથી વરસતી અગનવર્ષા

સૌરાષ્ટ્ર-કચ્છમાં મહત્તમ તાપમાનમાં સતત થતો વધારો

રાજકોટ, તા. ૧૪ :. રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં સર્વત્ર ધોમધખતા તાપથી લોકો ત્રાહીમામ પોકારી ઉઠયા છે અને આકાશમાંથી સતત અગનવર્ષા વરસી રહી છે. મહત્તમ તાપમાનનો પારો ૪૩ ડિગ્રીને પાર કરી દેતા લોકો ત્રાહીમામ પોકારી ગયા છે.ગરમીમાં દિન પ્રતિદિન થતાં વધારાનો સિલસિલો યથાવત છે. ગઇકાલે રાજકોટ રાજયનું હોટેસ્ટ શહેર રહયું હતું. ગઇકાલે ૪૨.૯ ડિગ્રી બાદ ૪૩ ડિગ્રીએ સોૈરાષ્ટ્રનું પાટનગર ધખધખ્યું હતું તો સુરેન્દ્રનગર માં કાલે ૪૩.૩ ડિગ્રી સાથે રાજયનું સોૈથી ગરમ શહેર રહયું હતું. અમદાવાદમાં ૪૨ે૬ ડિગ્રીએ લોકોએ આકરી અને અકળાવનારી સિઝનની વધુમાં વધુ ગરમીનો અનુભવ કર્યો હતો. રાજકોટનુ઼ કાલનું મહત્તમ તાપમાન ૪૩ ડિગ્રી અને ન્યુનત્તમ તાપમાન ૨૬.૧ ડિગ્રી રહ્યું હતું. પવનની ઝડપ ગઇકાલની ૩૦ કિ.મી. પ્રતિકલાકની સરેરાશ હતી જે સામે ૭ કિ.મી. પ્રતિ કલાક થઇ જતાં લોકોએ આકરી ગરકીનો અનુભવ કર્યો હતો.

 

 

(12:05 pm IST)