Gujarati News

Gujarati News

News of Monday, 14th May 2018

મોડીરાત્રે પડવાના 500 ખેડૂતોની અટકાયત :રાયોટિંગનો ગુન્હો

રેલી કાઢીને વિરોધ કરતા ખેડૂતો પર લાઠીચાર્જ અને ટીયરગેસ છોડાયા બાદ વધુ એક પોલીસ કાર્યવાહી

ભાવનગર :રવિવારે જીપીસીએલ કંપની ખાતે વિરોધ પ્રદર્શન માટે જતા ખેડૂતોને અટકાવવા લાઠીચાર્જ અને ટીયરગેસના સેલ છોડયાં બાદ પોલીસે મોડીરાત્રે 500 જેટલા ખેડૂતોની અટકાયત કરી હતી રવિવારે 12 ગામના ખેડૂતો જમીન સંપાદનના વિરોધમાં જીપીસીએલ કંપની સુધી ગાંધી ચિંધ્યા માર્ગે રેલી કાઢીને માઇનિંગની કામગીરી બંધ કરાવવા ગયા હતા. આ સમયે પોલીસે પથ્થરમારાનું કારણ આગળ ધરીને તેમના પર લાઠીચાર્જ કર્યો હતો અને ટીયર ગેસના સેલ છોડીને ખેડૂતોને પશુની જેમ ભગાડ્યાં હતાં.

   ખેડૂતોએ આકરા તાપમાં પણ વિરોધ પ્રદર્શન ચાલું રાખ્યું હતું. પોલીસના લાઠીચાર્જમાં અનેક લોકોને ઈજાઓ થતાં તેમને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. વિરોધ પ્રદર્શન કરવા પહોંચેલા ખેડૂતોમાંથી પોલીસે મોડી રાત્રે 500 જેટલા લોકોની અટકાયત કરી હતી. પોલીસ ખેડૂતો તેમજ તેમના પરિવાર વિરુદ્ધ રાયોટિંગનો ગૂનો નોંધ્યો છે. અટકાયત કરવામાં આવેલા તમામ લોકોને રાત્રે ડીએસપી કચેરીના સંસ્કાર હોલમાં રાખવામાં આવ્યા હતા. હાલ પોલીસ તેમના જામીન આપવાની કાર્યવાહી હાથ ધરી છે

 

(10:03 am IST)