Gujarati News

Gujarati News

News of Wednesday, 14th April 2021

ધોરાજીના પાટણવાવ માત્રિ માંના મંદિર પવિત્ર યાત્રાધામ તારીખ 30 સુધી બંધ રહેશે

(કિશોરભાઈ રાઠોડ દ્વારા) ધોરાજી: ધોરાજી તાલુકાના પાટણવાવ ગામે આવેલ ઐતિહાસિક ઓસમ પર્વત પર જયાં આદ્યશકિત શ્રી માત્રી માતાજી, શ્રી ભીમનાથ મહાદેવ તેમજ શ્રી ટપકેશ્વર મહાદેવ સહિત અન્ય ધાર્મિક સ્થળો આવેલા છે. ઉપરોકત ધાર્મિક સ્થળે પધારતા યાત્રિકો-દર્શનાર્થીઓ-સેવકો-ભકતોને ખાસ નમ્ર વિનંતી કે સરકારશ્રીના આદેશ અનુસાર તા. ૧૨-૪-૨૦૨૧ના પત્ર ક્રમાંક વિ-૧/કઅ/૧૦૨૦૨૦/૪૮૨ ગૃહવિભાગ, સચિવાયેલ, ગાંધીનગરના હુકમ અનુસાર ઓસમ પર્વતના તમામ મંદિરો તા. ૧૨-૪-૨૦૨૧થી તા. ૩૦-૪-૨૦૨૧ સુધી સદંતર બંધ રહેશે જેની તમામ દર્શને પધારતા દર્શનાળુઓ/યાત્રિકો/પર્યટકો/સેવકો/ભકતો તમામને આથી જણાવવામાં આવે છે કે સરકાર તરફથી જયાં સુધી અન્ય સૂચનો ન આવે ત્યાં સુધી ઓસમ પર્વતના તમામ મંદિરો દર્શનાર્થે બંધ રાખેલ છે. જેથીકોઇએ ઓસમ પર્વત પર દર્શન માટે ન આવવા આથી જણાવવામાં આવે છે જેની સર્વે દર્શનાર્થીઓએ નોંધલેવા વિનંતી કરવામાં આવે છે. પરંતુ હાલના કોરોના મહામારીના સમયને ધ્યાનમાં લઈ શ્રી માત્રી માતાજીનામંદિર બંધ રાખેલ છે.તેમ મહંતશ્રી જયવંતપુરી ગુરૂશ્રી રમેશપુરીએ યાદીમાં જણાવેલ છે

(7:30 pm IST)