Gujarati News

Gujarati News

News of Wednesday, 14th April 2021

અમરેલીમાં કોરોનાએ ૧૯નો જીવ લઇ લીધો

અમરેલી, તા. ૧૪ :  અમરેલી શહેરમાં મોતનું તાંડવ યથાવત રહ્યું છે કોરોનાની મહામારી અને મૃત્યુના બનાવો ભયજનક રીતે વધી રહ્યા છે. મંગળવારે અમરેલીમાં ૧પ કોરોનાના અને અનય ચાર મળી ૧૯ લોકોના મૃત્યુ નીપજયા હતા. અમરેલી શહેરના એરપોર્ટ સામે રહેતા ૧૦૦ વર્ષના વૃધ્ધ, ચોરાપામાં રહેતા પ૯ વર્ષના વૃધ્ધ, ચક્કરગઢ રોડે રહેતા પર વર્ષના આધેડ, હનુમાનપરાના ૪૦ વર્ષના આધેડ અને પ૦ વર્ષના એક મહિલા મળી શહેરના પાંચ કોરોનાના દર્દીઓના સારવાર દરમિયાન મૃત્યુ થયા હતા આ ઉપરાંત લીલીયાના પ૦ વર્ષના મહિલા, રાજકોટના ૬૮ વર્ષના વૃધ્ધ, સલડીના ૬૦ વર્ષના વૃધ્ધ, બાઢડાના પ૧ વર્ષના મહિલા, રાજુના ૪૭ વર્ષના આઘેડ, સાવરકુંડલાના ૪ર વર્ષના આધેડ, લીલીયાના આંબા ગામના ૬૮ વર્ષના વૃધ્ધા, બગસરાના માવજીંજવાના ૬૦ વર્ષના વૃધ્ધ, દામનગરના પાડરશિંગા ગામના ૭૦ વર્ષના વૃધ્ધા અને જુનાગઢના ૪૯ વર્ષના આધેડના સારવાર દરમિયાન મૃત્યુ નિપજયા હતા આ ઉપરાંત અમરેલી શહેરમાં અન્ય બિમારીના કારણે ચાર લોકોના મળી સવારથી સાંજ સુધીમાં કુલ ૧૯ લોકોના અમરેલીની ધરતી ઉપર મૃત્યુ નીપજયા હતા. આ ઉપરાંત આજે કોરોનાની સતાવારની રીતે સાવરકુંડલાના ૬૦ વર્ષના મહિલા દર્દીનું મૃત્યુ નિપજતા કોરોના સતાવાર મરણાંક ૪૪ થયો છે. રાજુલામાં કોરોનાના ૯ પોઝીટીવ કેસ એક જ દિવસમાં નોંધાયા છે તથા શહેરના પ્રાઇવેટ અને સરકારી હોસ્પિટલો કોરોનાના તથા તાવ, શરદી, ઉધરસના કેસથી ઉભરાઇ રહી છે. બીજી તરફ અમરેલીમાં કોરોનાનાં સત્તાવાર રીતે ૪૬ કેસ નોંધાયા છે અને ૧૬ દર્દીઓ સાજા થતા હાલમાં ૩૧૧ દર્દીઓને સારવારમાં આવી રહી છે.

(12:46 pm IST)